• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકાના વિસ્કૉન્સિન મૉલમાં અંધાધૂંધ ફાયરિંગ, ઘણા લોકો ઘાયલ

|

વૉશિંગ્ટનઃ અમેરિકાના વેસ્કૉન્સિનમાં શુક્રવારે ગોળીબારની ઘટનાએ સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડાડી દીધી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે અહીં એક શૉપિંગ મૉલમાં થયેલ ફાયરિંગમાં ઘણા લોકો ઘાયલ થઈ ગયા છે. ઘટના વિસ્કૉન્સિનના મિલવાઉકીમાં થઈ છે. ઑથોરિટીઝ તરફથી જણાવવામાં આવ્યુ છે કે ગોળીબાર મેસી ડિપાર્ટમેન્ટલ સ્ટોરની બહાર થયો છે. આ સ્ટોર મેફીલ્ડ મૉલમાં છે જે વાઉવાસ્તોમાં છે અને અહીંની વસ્તી લગભગ 47,000 લોકોની છે

ગ્રાહકોને મૉલની અંદર બંધ કરવામાં આવ્યા.

વાઉવાસ્તોવા પોલિસ ચીફ બેરી વેબરે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે સાત વયસ્કો અને કિશોરોને એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હજુ સુધી એ વાતની પુષ્ટ થઈ નથી કે ઘાયલોને કયા પ્રકારની ઈજાઓ થઈ છે. હુમલાખોર સુરક્ષાબળોના આવતા પહેલા ફરાર થઈ ગયો છે. તેની શોધ હજુ પણ ચાલુ છે. તેમણે જણાવ્યુ કે હુમલાખોર હજુ મૉલમાં ક્યાંક હાજર છે. પોલિસે તેને એક શ્વેત પુરુષ તરીકે ગણાવ્યો છે જેની ઉંમર 20 કે 30ની આસપાસ છે. મેયર ડેનિસ મેકબ્રાઈડ તરફથી જારી નિવેદનમાં જણાવવામાં આવ્યુ કે ઘાયલની ઈજા જાનલેવા નથી. તેમણે એ વિશે પણ માહિતી આપી કે 75 પોલિસ ઑફિસર્સ ઘટના સ્થળે હાજર છે.

જે વીડિયો ટ્વિટર પર આવ્યો છે તેમાં જોવા મળી રહ્યુ છે કે ઘટના સ્થળે ડઝનેક એમ્બ્યુલન્સ હાજર છે અને મૉલમાથી ઘાયલોને હોસ્પટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ઘણા ગ્રાહકો અને મૉલમાં કામ કરતા ઘણા કર્મીઓને અંદર જ લૉક કરી દેવામાં આવ્યા હતા. બધા લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. એક મૉલ એમ્પ્લૉય બહેને જણાવ્યુ છે કે તેમણે લગભગ 15 બુલેટ શૉટ્સના અવાજ સાંભળ્યા.

બધાનુ જીવન જરૂરી છે, કોરોના વેક્સીન માટે કોઈ VIP શ્રેણી નહિ'

English summary
US: shooting at the Mayfair Mall in Wisconsin, many people injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X