WHOની ચેતવણી, કહ્યું- કોરોનાના ઈલાજ માટે Remdesivirનો ઉપયોગ ના કરશો
જીનિવાઃ આખું વિશ્વ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યું છે, એવામાં સૌકોઈને બસ કોરોનાની વેક્સીનનો ઈંતેજાર છે, આ દરમ્યાન ઘણી બધી દવાઓ કોરોનાના ઈલાજને લઈ ચર્ચામાં આવી છે, એવી જ એક દવાનું નામ છે રેમડેસિવિર (Remdesivir), જેને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO એ ચેતવણી આપી છે. ડબલ્યૂએચઓએ લોકોને સાવધાન કરતા કહ્યું કે રેમડેસિવિર દવા કોરોનાના દર્દીઓ પર અસર કરી રહી હોવાના કોઈ પ્રમાણ નથી મળ્યાં માટે કોરોનાના દર્દીઓ પર આ દવાનો પ્રયોગ કરવો ના જોઈએ. કેમ કે આ દવાની ઘણી સાઈડ ઈફેક્ટ્સ પણ છે, જે કમજોર દર્દીને નુકસાન પહોંચાડી શકે છે.
સમાચાર એજન્સી સિન્હુઆમાં છપાયેલ રિપોર્ટમાં ડબલ્યૂએચઓની ગાઈડલાઈન ડેવલપમેન્ટ ગ્રુપે કહ્યું કે શોધ દરમ્યાન રેમડેસિવિર દવા કોરોના સંક્રમિત દર્દીઓ માટે યોગ્ય હોય અથવા તો મૃત્યુદર ઘટાડવામાં મદદરૂપ થઈ શકે તેવાં કોઈ પરિણામ મળ્યાં નથી. 7000 હોસ્પિટલમાં થઈ રહેલ ઈલાજના 4 ટ્રાયલ બાદ તેમણે આ વાત કહી છે.
કોરોના વાયરસઃ શનિવારે રાજસ્થાનમાં કલમ 144 લાગૂ કરવાના નિર્દેશ
ઈબોલાના ઈલાજ માટે રેમડેસિવિર વિકસિત કરાઈ હતી
જણાવી દઈએ કે રેમડેસિવિરને ઈબોલાના ઈલાજ માટે વિકસિત કરવામાં આવી હતી. કોરોના મહામારી આવ્યા બાદથી આ દવા સતત ચર્ચામાં રહી છે. પહેલાં કેટલાય ડૉક્ટર્સે એમ કહીને આ દવાના ઉપયોગ પર પૂર્ણવિરામ લગાવી દીધો હતો કે આ દવાના ઉપયોગથી દર્દી પર કોઈ ખાસ ફરક નથી પડતો. પરંતુ બાદમાં એફડીએ દ્વારા ઈમર્જન્સીની સ્થિતિમાં આ દવાના ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી હતી. હાલ ડબલ્યૂએચઓના આ નિવેદન બાદ આ દવા પર ફરીથી ડિબેટ શરૂ થઈ ગઈ છે.