સોનિયા ગાંધી થોડા દિવસ દિલ્લીથી રહેશે દૂર, આ છે કારણ
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં સતત વધી રહેલા પ્રદૂષણ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ડૉક્ટરોએ સલાહ આપી છે કે તે આવતા થોડા દિવસ સુધી કોઈ એવી જગ્યાએ રહે જ્યાં પ્રદૂષણ ન હોય. વાસ્તવમાં સોનિયા ગાંધીને છાતીમાં સંક્રમણની સમસ્યા છે જેના કારણે તેમને પ્રદૂષણથી બચવાની સલાહ આપવામાં આવી છે. કોંગ્રેસ સાથે જોડાયેલા સૂત્રોનુ કહેવુ છે કે સોનિયા ગાંધી થોડા દિવસો માટે ગોવા કે પછી ચેન્નઈ શિફ્ટ થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે શુક્રવારે બપોરે જ સોનિયા ગાંધી દિલ્લીથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે રવાના થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે 30 જુલાઈના રોજ તબિયત બગડ્યા બાદ સોનિયા ગાંધીને દિલ્લીની સર ગંગારામ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના સૂત્રો મુજબ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદથી જ સોનિયા ગાંધીની દવાઓ ચાલુ છે અને ડૉક્ટરો તેમની છાતીમાં રહેલ ઈન્ફેક્શન માટે ગંભીર છે. ડૉક્ટરોનુ કહેવુ છે કે દિલ્લીમાં પ્રદૂષણના કારણે તેમનુ ઈન્ફેક્શન રિકવર થઈ શકતુ નથી. ડૉક્ટરોએ એ પણ કહ્યુ કે દિલ્લીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણે સોનિયા ગાંધીને અસ્થમા અને છાતીમાં ઈન્ફેક્શનની સમસ્યાને પહેલાથી વધુ ગંભીર બનાવી દીધી છે. માટે સોનિયા ગાંધીને થોડા દિવસ સુધી દિલ્લીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
આંતરિક ઘમાસાણ સામે લડી રહી છે કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી એવા સમયે દિલ્લીથી બહાર જઈ રહ્યા છે જ્યારે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદથી જ કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ છેડાયેલુ છે. પાર્ટીની અંદર નેતાઓનુ એક મોટુ જૂથ મોટા નેતૃત્વ પર સવાલ ઉઠાવીને બદલાવની માંગ કરી રહ્યા છે. હાલમાં જ પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ખુલ્લી રીતે કહ્યુ કે જે રાજ્યોમાં ભાજપ સામે કોંગ્રેસ વિકલ્પ બની શકે છે હવે ત્યાં પણ લોકોનો પાર્ટીમાંથી મોહભંગ થઈ રહ્યો છે. જો કે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કપિલ સિબ્બલનો વિરોધ કરીને મોટા નેતૃત્વનો બચાવ કર્યો.
કોરોના ઈફેક્ટઃ મુંબઈમાં બધી સ્કૂલો 31 ડિસેમ્બર સુધી બંધ