પાકિસ્તાન: 26/11ના હુમલાનો માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદને 10 વર્ષની સજા, સંપત્તિ થશે જપ્ત
પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે જમાત-ઉદ-દાવા (જેયુડી) ના કિંગપીન અને મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદને 10 વર્ષની સજા સંભળાવી છે. પાક મીડિયાના જણાવ્યા અનુસાર, હાફિઝને આતંકવાદ અને આતંકવાદ-ભંડોળ સંબંધિત બે કેસોના સંદર્ભમાં સજા સંભળાવી છે. હાફિઝ સિવાય જમાતનાં વધુ 4 લોકો, ઝફર ઇકબાલ, યાહ્યા મુજાહિદ અને અબ્દુલ રહેમાન મક્કીને પણ સજા ફટકારવામાં આવી છે. જોકે, મક્કીને કોર્ટે માત્ર છ મહિનાની સજા સંભળાવી છે. આ સાથે હાફિઝ સઇદની સંપત્તિ જપ્ત કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે.
મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદ
આતંકવાદી હાફિઝ સઈદ પહેલાથી જેલમાં છે અને તેને આ વર્ષે ફેબ્રુઆરીમાં લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે 10 વર્ષની સજા સંભળાવી હતી. તે સમયે હાફિઝ સઇદને બે ટેરર ફાઇનાન્સિંગ કેસમાં 11 વર્ષની સજા ફટકારી છે. હાલમાં તે લાહોરની હાઇ સિક્યુરિટી કોટ લખપત જેલમાં બંધ છે. કોર્ટના અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને ટાંકીને જણાવ્યું છે કે લાહોર સ્થિત આતંકવાદ વિરોધી કોર્ટે હાફિઝ સઇદ સહિત જેયુડીના ચાર નેતાઓને સજા સંભળાવી છે. તેને વધુ બે કેસમાં સજા ફટકારવામાં આવી છે.
41 જુદા જુદા કેસ નોંધાયા
ન્યાયાધીશ અરશદ હુસેન બૂટાએ હાફિઝ સઇદને સજા સંભળાવી હતી. પાક કાઉન્ટર આતંકવાદ વિભાગે હવે હાફિઝ સહિત જેયુડીના કેટલાક અન્ય નેતાઓ વિરુદ્ધ 41 કેસ નોંધ્યા છે. તેમાંથી 24 પર નિર્ણય પહોંચ્યો છે, જ્યારે કેટલાક હજી કોર્ટમાં પેન્ડિંગ છે. સઇદ લકશ્ર-એ-તૈયબાનો સ્થાપક છે અને આ સંગઠન વતી 26 નવેમ્બર, 2008 ના રોજ મુંબઈમાં આતંકવાદી હુમલા કરાયો હતો. તે હુમલાઓમાં 166 લોકો માર્યા ગયા હતા, જેમાં છ અમેરિકનોનો સમાવેશ થાય છે. યુ.એસ. ના નાણાં વિભાગે હાફિઝને આતંકીનો દરજ્જો આપ્યો છે. ડિસેમ્બર 2008 માં, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 1267 ઠરાવ હેઠળ, તેને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કરાયો હતો.
દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર થશે 2 હજારનો દંડ, અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત