જમ્મુઃ સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે બનેલા ટોલ પ્લાઝા પાસે અથડામણ, શ્રીનગર હાઈવે બંધ
જમ્મુઃ જમ્મુ શ્રીનગર હાઈવે પર બનેલ ટોલ પ્લાઝા પર સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે ગુરુવારે વહેલી સવારથી અથડામણ ચાલુ છે. સુરક્ષાબળોને ત્રણથી ચાર આતંકવાદીઓ પર શક છે કે તેઓ શ્રીનગર તરફ ટ્રકમાં છૂપાઈના જઈ રહ્યા છે. આ કારણે સુરક્ષા બળોએ હાઈવે પર નાકાબંધી કરી દીધી છે. આતંકી ત્યાંથી ભાગી ના શકે, તે માટે શ્રીનગર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. કેટલાક આતંકવાદીઓ આ વિસ્તારમાં છૂપાયા હોવાનો જવાનોને શક છે.
અથડામણને કારણે નગરૌટા વિસ્તારને સંપૂર્ણપણે સુરક્ષાને ધ્યાનમાં રાખી સીલ કરી દેવામાં આવ્યો છે. હાલ અથડામણને લઈ સુરક્ષાબળો અથવા જમ્મુ પોલીસ તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
'ગુપકર ગેંગ'વાળા નિવેદન પર ફારુક અબ્દુલ્લા, 'અમિત શાહે મારો ઈતિહાસ નથી વાંચ્યો'
ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ અથડામણ ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આતંકવાદીએ જે ટ્રકમાં છૂપાઈને ઘાટીમાં જઈ રહ્યા હતા તે સોપોરની છે. અથડામણ સવારે પાંચ વાગ્યાની આસપાસ થઈ. રિપોર્ટ મુજબ ચેકિંગ માટે જ્યારે ટ્રક રોકવામાં આવ્યો તો આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો, જે બાદ બંને પક્ષો તરફથી ગોળીબાર શરૂ થયો.