48 વર્ષના વ્યક્તિ સાથે પાંચમી પત્ની બની 13 વર્ષની બાળકી, પોતાની ઉંમરના બાળકો પાળે છે
મનિલાઃ દુનિયાભરમાં મહિલાઓ અને યુવતીઓ પ્રત્યે વધતા ગુનાઓ અને ભેદભાવને અટકાવવા માટે વિવિધ પ્રકારના કાયદા બનાવવામાં આવ્યા છે. તેમના ઉત્થાન માટે પણ ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. પરંતુ તેમછતાં આપણે ક્યાંકને ક્યાંક યુવતીઓ અને મહિલાઓ પ્રત્યે વધતા ગુનાઓને જોતા જ રહીએ છીએ. ક્યાંક નાની-નાની બાળકીઓ બાળપણમાં જ બળજબરીથી લગ્ન કરાવી દેવામં આવે છે તો ક્યાંક તેમની સાથે હેવાનિયત કરવામાં આવે છે. આજે પણ મહિલાઓ કાયદા હોવા છતાં દહેજ અને ઘરેલુ હિંસા જેવી કુરીતિઓનો સામનો કરી રહી છે. આવો જ એક કેસ ફિલીપીન્સમાં સામે આવ્યો છે. જેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

22 ઓક્ટોબરે થયા હતા લગ્ન
અહીં એક એવા નિકાહ થયા છે જેની ચારે તરફ ટીકા થઈ રહી છે. માત્ર 13 વર્ષની ઉંમરમાં જ એક બાળકીના બળજબરીથી 48 વર્ષના વ્યક્તિ સાથે નિકાહ કરાવવામાં આવ્યા છે. આ નિકાહ 22 ઓક્ટોબરે કરાવવામાં આવ્યા છે. બાળકીને સફેદ રંગના ગાઉનમાં બળજબરીથી આધેડ ઉંમરકના વ્યક્તિ સાથે બેસાડવામાં આવી હતી. નવાઈની વાત એ પણ છેકે આ બાળકી આ વ્યક્તિની પાંચમી પત્ની બની છે અને પોતાનાથી મોટી ઉંમરના બાળકો પાળી રહી છે. આ બાળકીનુ ના અસ્નાઈરા છે. તેના પતિનુ નામ અબ્દુલરજાક અમપાતુઆન છે.

લગ્ન માટે આ બાળકીનુ શું કહેવુ છે?
અસ્નાઈરાને જ્યારે તેના લગ્ન વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યુ કે તેને અબ્દુલરજાકથી ડર નથી લાગતો. તે તેની સાથે સારો વ્યવહાર કરે છે. તે કહે છે, 'હું જમવાનુ બનાવતા શીખી રહી છુ કારણકે હું હજુ તેમાં એટલી સારી નથી. હું મારા પતિને ખુશ કરવા માંગુ છુ.' નિકાહના ત્રણ સપ્તાહ બાદ જ અબ્દુલરજાકે બાળકી સાથે રહેવા માટે એક નાનુ ઘર પણ બનાવ્યુ છે. અબ્દુલરજાક ખેડૂત છે. વળી, અસ્નાઈરા અબ્દુલરજાકના ઘરનુ કામ કરે છે અને બાકી પત્નીઓના જે બાળકો છે તેમનુ ધ્યાન રાખે છે. આ બાળકોની ઉંમર અસ્નાઈરા જેટલી જ છે.

અસ્નાઈરાના શિક્ષણ પર તેના પતિએ શું કહ્યુ?
આ નિકાહ વિશે અબ્દુલરજાકનુ કહેવુ છે, 'અસ્નાઈરાને મેળવ્યા બાદ હું ઘણો ખુશ છુ અને પોતાના બાળકોનુ ધ્યાન રાખતા તેની સાથે સમય વીતાવવા માંગુ છુ.' દંપત્તિ અસ્નાઈરાના 20 વર્ષની થયા બાદ બાળકો પેદા કરવાની યોજના બનાવી રહ્યા છે. અબ્દુલરજાકે પાંચમી પત્નીના શિક્ષણ વિશે કહ્યુ, 'હું તેની સ્કૂલની ફી ભરીશ કારણકે હું ઈચ્છુ છુ કે તે શિક્ષિત બને. આ દરમિયાન હું બાળકો પેદા કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈશ.'

બાળ લગ્નથી અવરોધાય છે વિકાસ
વળી, સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર છોકરો અને છોકરી બંનેમાંથી કોઈની પણ ઉંમર કે બંનેની ઉંમર જો 18 વર્ષથી નાની હોય અને તેમના લગ્ન થઈ જાય તો તે બાળ લગ્નની શ્રેણીમાં આવશે. બાળ લગ્નથી છોકરીઓના વિકાસમાં અડચણ આવે છે. તે જલ્દી ગર્ભવતી થઈ જાય છે. ફિલીપીન્સના અમુક ભાગોમાં મુસ્લિમ પર્સનલ સ્ટેટ્સના આધારે છોકરીઓનના નિકાહ પીરિયડ્ઝની શરૂઆત થયા બાદ કરવાની અનુમતિ હોય છે. યુનિસેફના આંકડા મુજબ ફિલીપીન્સમાં 726,000 ચાઈલ્ડ બ્રાઈડ્ઝ છે જે દુનિયામાં 12મી સૌથી મોટી સંખ્યા છે.

શું કહે છે આંકડા?
ગર્લ્સ નૉટ બ્રાઈડ્સના આંકડા અનુસાર આ દેશમાં 15 ટકા છોકરીઓના લગ્ન તેમના 18માં જન્મદિવસથી પહેલા જ કરી દેવામાં આવે છે. વળી, 2 ટકા છોકરીઓના લગ્ન 15 વર્ષ થતા પહેલા જ કરી દેવામાં આવે છે. આ દેશ સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યોને અનુરૂપ 2030 સુધી બાળ લગ્ન, જલ્દી અને બળજબરીથી લગ્નને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.
શાહના નિવેદન પર સિબ્બલનો પલટવાર, તમે કઈ ગેંગમાં હતા?