A Promised Land: રામાયણ અને મહાભારતની કથાઓ સાંભળીને મોટા થયા બરાક ઓબામા
વૉશિંગ્ટનઃ અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પુસ્તક 'અ પ્રોમિસ્ડ લેન્ડ' હાલમાં છવાયેલુ છે. ઓબામાના પુસ્તક 'અ પ્રોમિસ્ડ લેન્ડ' મંગળવારે લૉન્ચ થયુ છે. 'અ પ્રોમિસ્ડ લેન્ડ' બે વૉલ્યુમમાં રિલીઝ થશે અને તેનુ પહેલુ વૉલ્યુમ મંગળવારે બજારમાં લૉન્ચ થઈ ગયુ છે. આ પુસ્તકમાં ઓબામાએ જણાવ્યુ કે તેમના દિલમાં ભારત માટે એક ખાસ જગ્યા હંમેશા રહેશે. ઓબામાએ જણાવ્યુ છે કે જ્યારે તે નાના હતા ત્યારે તેમનુ બાળપણ ઈન્ડોનેશિયામાં વીત્યુ. આ દરમિયાન તે મહાભારત અને રામાયણની કથાઓ સાંભળીને મોટા થયા.
બૉલિવુડ ફિલ્મો પ્રત્યે રુચિ
ઓબામાએ લખ્યુ છે, 'ભારત બહુ મોટો દેશ છે અને અહીં દુનિયાની કુલ વસ્તીનો છઠ્ઠો ભાગ રહે છે, 2000થી વધુ સમાજ છે અને 700થી વધુ ભાષાઓ બોલાય છે.' ઓબામા લખે છે કે તે વર્ષ 2010માં રાષ્ટ્રપતિ બનતા પહેલા ક્યારેય ભારત નહોતા ગયા પરંતુ ભારત પ્રત્યે તેમના વિચારોમાં એક ખાસ સ્થાન છે. તેમણે આગળ લખ્યુ છે, 'આવુ કદાચ એટલા માટે છે કારણકે મારા બાળપણનો મોટો ભાગ ઈન્ડોનેશિયામાં રામાયણ અને મહાભારતની પ્રાચીન હિદુ કથાઓ સાંભળતા વીત્યો છે અથવા એટલા માટે કે મારુ રુચિ પૂર્વ ક્ષેત્રોમાં વધારે છે અથવા પછી એટલા માટે કે કોલેજમાં ભારતીય અને પાકિસ્તાની મિત્રોના એક ગ્રુપના કારણે જેમણે મને દાળ અને ખીમો બનાવતા શીખવ્યુ અને બૉલિવુડ ફિલ્મો તરફ મારુ ધ્યાન ખેંચ્યુ.' 'અ પ્રોમિસ્ડ લેન્ડ'ના પહેલા વૉલ્યુમમાં ઓબામાએ વર્ષ 2008માં થયેલ ચૂંટણી પ્રચારથી લઈને પાકિસ્તાનના અબોટાબાદમાં અલ-કાયદા ચીફ ઓસામા બિન લાદેનના મોત સાથે ખતમ પહેલા કાર્યકાળ વિશે જણાવ્યુ છે.
બજરંગ બલીના ભક્ત હોવાનો દાવો
ઓબામા રાષ્ટ્રપતિકાળ દરમિયાન બે વાર ભારત આવ્યા છે. તેમનો પહેલો પ્રવાસ વર્ષ 2010માં અને બીજો પ્રવાસ વર્ષ 2015માં થયો હતો. વર્ષ 2008માં જ્યારે ઓબામાં પહેલી વાર રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા તો એ વાત સામે આવી કે તે બજરંગ બલીના મોટા ભક્ત છે. તેમના ખિસ્સામાં હંમેશા હનુમાનજીનો એક ફોટો રહે છે. એ વખતે અમેરિકામાં રહેતા ભારતવંશીઓએ તેમને હનુમાનની એક મોટી પ્રતિમા ગિફ્ટ કરી હતી. કહેવામાં આવ્યુ હતુ કે ઓબામા એ વાત પર વિશ્વાસ છે કે ભગવાન હનુમાનની કૃપાના કારણે જ હિલેરી ક્લિંટનને તે પરાજિત કરી શક્યા. કહેનારા કહે છે કે બાળપણથી જ ઓબામાની આસ્થા ભગવાન હનુમાનમાં છે. તેમના પિતા તેમના બાળપણમાં હનુમાન વિશે જણાવતા હતા. ત્યારબાદથી તેમનુ ઝૂકાવ વધી ગયો. બરાક ઓબામા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ છે જેમણે વ્હાઈટ હાઉસમાં દિવાળી મનાવવાની પરંપરા શરૂ કરી હતી.
ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં કોંગ્રેસ નેતાઓની મુશ્કેલીઓ વધી