• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નીતિશ કુમારના શપથ ગ્રહણમાં સામેલ નહિ થાય તેજસ્વી યાદવ, આ કારણ જણાવ્યું

|

નવી દિલ્હીઃ જેડીયૂ અધ્યક્ષ નીતિશ કુમાર આજે બિહારમાં સાતમી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મંગળવારે ઘોષિત થયેલ ચૂંટણી પરિણામોમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળ્યા બાદ રવિવારે એનડીએના નેતાએ નીતિશ કુમારને સર્વસંમતિથી પોતાના નેતા ચૂંટી લીધા છે. પટનામાં આજે 4.30 વાગ્યે નીતિશ સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ આયોજિત થશે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ થશે. જ્યારે આરજેડીએ નીતિશ કુમારના શપથ ગ્રહણનો બહિષ્કાર કરતાં કહ્યું કે તેજસ્વી યાદવ આ સમારોહમાં સામેલ નહિ થાય.

રાષ્ટ્રીય જનતા દાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરતાં કહેવામાં આવ્યું કે, રાજદ શપથ ગ્રહણને બૉયકોટ કરે છે. બદલાવનો જનાદેશ એનડીએની વિરુદધ છે. જનાદેશને શાસનાદેશ સાથે બદલી નાખવામાં આવ્યો. બિહારના બેરોજગારો, ખેડૂતો, સંવિદાકર્મીઓ, નિયોજિત શિક્ષકોને પૂછો કે તેમના પર શું ગુજરી રહી છે. એનડીએના કૌભાંડથી જનતા આક્રોશિત છે. અમે જનપ્રતિનિધિ છીએ અને જનતાની સાથે ઉભા છીએ.

દેશમાં કોરોનાના દૈનિક મામલાઓમાં થયો ઘટાડો, આવ્યા 30548 નવા મામલા

બિહારમાં બે મજબૂરોની મજબૂર સરકાર

એક અન્ય ટ્વીટમાં આરજેડીએ કહ્યું કે, બિહારમાં બે મજબૂરોની મજબૂર સરકાર બની રહી છે. એક શક્તિવિહીન, શિથિલ અને ભ્રષ્ટ પ્રમાણિત થઈ ચૂકેલા મજબૂર સીએમ. બીજો ચહેરાવિહીન અને તંત્ર પ્રપંચને મજબૂર વરિષ્ઠ ઘટક દ. જેની મજબૂરી છે- 1) રાજદનો જનાધાર! અને 2) તેજસ્વી યાદવને પોતાના સર્વાધિક પ્રિય નેતા સ્વીકારનાર બિહાર.

આરજેડી બિહારની સૌથી મોટી પાર્ટી બની

જણાવી દઈએ કે ચૂંટણી પરિણામોમાં 75 વિધાનસભા સીટ હાંસલ કરી આરજેડી રાજ્યની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે, પરંતુ તેના મહાગઠબંધનને બહુમત નથી મળ્યું. કોંગ્રેસ, આરજેડી અને વામ દળોનું મહાગઠબંધન બિહારની 243 સીટમાંથી 110 સીટ જ હાંસલ કરી શકી છે. જેમાં આરજેડીને 75, કોંગ્રેસને 19, કોમ્યુનિષ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા(એલ)ને 12, કોમ્યુનિષ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (એમ)ને 2 અને કોમ્યુનિષ્ટ પાર્ટી ઑફ ઈંડિયાને 2 સીટ મળી છે. જ્યારે એનડીએએ 125 સીટ પર જીત નોંધાવી છે, જેમાં 74 સીટ પર ભાજપ, 43 સીટ પર જેડીયૂ અને 4-4 સીટ પર વીઆઈપી અને હમે જીતનો પરચમ લહેરાવ્યો છે.

English summary
Tejaswi Yadav will not participate in swearing in ceremony
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X