
Bihar CM Swearing Live: નીતિશકુમારે લીધા મુખ્યમંત્રી પદના શપથ
નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મેળવ્યા બાદ રાજ્યમાં એક વાર ફરીથી એનડીએ સરકારની રચના થવા જઈ રહી છે. આજે જનતા દળ યુનાઈટેડ(જેડીયુ) ચીફ નીતિશ કુમાર બિહારમાં સત્તારૂઢ થવા જઈ રહેલી ગઠબંધન સરકારમાં 7મી વાર મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. નીતિશ કુમાર સૌથી પહેલા વર્ષ 2000માં બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. રવિવારે થયેલી એનડીએ ધારાસભ્ય દળની બેઠકમાં પૂર્વનિર્ધારિત નિર્ણય પર અડગ રહીને ભાજપે સીએમ પદ માટે નીતિશકુમારના નામ પર મહોર લગાવી. વળી, ઉપમુખ્યમંત્રીની રેસમાં આ વખતે સુશીલ કુમાર મોદીનુ પત્તુ કપાઈ ગયુ છે. બિહારના ઉપમુખ્યમંત્રી વિશે હજુ સસ્પેન્સ ચાલુ છે. સૂત્રોની માનીએ તો તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીમાં કોઈ એકના નામ પર ડેપ્યુટી સીએમની મહોર લાગી શકે છે. અહીં જુઓ, નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારંભની લાઈવ અપડેટ..
भाजपा नेता रेणु देवी ने बिहार के उप मुख्यमंत्री के रूप में शपथ ग्रहण की। pic.twitter.com/ZRI7iDbgdf
— ANI_HindiNews (@AHindinews) November 16, 2020
भाजपा नेता तारकिशोर प्रसाद ने बिहार के उप मुख्यमंत्री के रूप में शपथ ग्रहण की। pic.twitter.com/WMpLkOdO51
— ANI_HindiNews (@AHindinews) November 16, 2020
नीतीश कुमार ने सातवीं बार बिहार के मुख्यमंत्री के रूप में शपथ ग्रहण की। pic.twitter.com/z8aVF8q8IJ
— ANI_HindiNews (@AHindinews) November 16, 2020