નીતિશ કુમાર 7મી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા, રાજભવનમાં લીધા શપથ
નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા સંપન્ન થઈ ચૂકી છે. આ ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મેળવ્યા બાદ આજે રાજ્યમાં ફરીથી એનડીએ સરકારની રચના થઈ. સાથે જ રાજભવનમાં નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ દરમિયાન ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બિહાર ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ સહિત તમામ વરિષ્ઠ નેતા હાજર રહ્યા.
વાસ્તવમાં બિહારમાં ભાજપે જદયુ, એચએએમ અને વીઆઈપી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી હતી. જેમાં ભાજપની સીટો જદયુથી વધુ આવી. ભાજપ હાઈકમાન્ડે પોતાનુ વચન પૂરુ કરીને મુખ્યમંત્રી પદ માટે નીતિશ કુમારના નામ પર મહોર લગાવી દીધી કારણકે ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી અને અમિત શાહે કોઈ પણ પરિસ્થિતિમાં નીતિશને સીએમ બનાવવાની વાત કહી હતી. ત્યારબાદ સોમવારે પટના સ્થિત રાજભવનમાં રાજ્યપાલ ફાગૂ ચૌહાણે નીતિશ કુમારને શપથ અપાવ્યા. નીતિશે 7મી વાર બિહારની સત્તા પોતાના હાથમાં સંભાળી છે.
નીતિશ કુમાર સાથે જ ભાજપના તારકિશોર પ્રસાદ અને રેણુદેવીને પણ રાજ્યપાલે પદ અને ગોપનીયતાની શપથ અપાવી. બંને બિહારના ઉપ મુખ્યમંત્રી બન્યા. આ વખતે ભાજપ હાઈકમાન્ડે પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ મોદીનુ પત્તુ કાપી દીધુ છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે. સુશીલ મોદીએ નીતિશ કુમારે શપથગ્રહણ બાદ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે.
Patna: Bharatiya Janata Party (BJP) leaders Tarkishore Prasad and Renu Devi take oath as the Deputy Chief Ministers of Bihar. pic.twitter.com/60kHuDDzOC
— ANI (@ANI) November 16, 2020