ચીન સહિત 15 દેશે દુનિયાના સૌથી મોટી વેપાર સમજૂતી કરી, ભારત માટે વિકલ્પ ખુલ્યા
ચીન અને 14 બીજા દેશોએ દુનિયાની સૌથી મોટી ટ્રેડિંગ બ્લૉક બનાવી છે, જે અંતર્ગત વિશ્વની એક તૃતિયાંશ આર્થિક ગતિવિધિઓ સામેલ હશે. આ કરારમાં કેટલાય દક્ષિણ એશિયાઈ દેશ સામેલ છે, જેને લાગે છે કે આ કરાર તેમને કોરોના મહામારીથી પેદા થયેલ આર્થિક મારથી ઉભરવામાં મદદ કરશે. ચીનની આગેવાની વાળી ક્ષેત્રીય વ્યાપાર આર્થિક સમજૂતી પર 15 દેશોએ રવિવારે વર્ચ્યુઅલી દસ્તખત કર્યા. આ કરાર 10 દેશોની આસિયાનના વાર્ષિક સંમેલન દરમ્યાન જ કરવામાં આવ્યું છે.
ક્ષેત્રીય વ્યાપાર આર્થિક ભાગીદારીમાં સામેલ તમામ દેશ એશિયા- પેસિફિક અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ છે, જેમમે આંતરીક રીતે આ ફ્રી ટ્રેડ બ્લૉકનું નિર્માણ કર્યું. આ ડીલમાં ચીન સામેલ છે અને અમેરિકાને આનાથી બહાર રાખવામાં આવ્યું છે. આ કરારમાં 10 આસિયાન દેશો ઉપરાંત ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશ સામેલ થયા છે. આની સાથે જોડાયેલા અધિકારીઓ મુજબ આ કરારમાં ભારત માટે સામેલ થવાનો વિકલ્પ ખુલો રાખવામાં આવ્યો છે. આ સમજૂતીનો પ્રસ્તાવ પહેલીવાર 2012માં જ રાખવામાં આવ્યો હતો. આ કરાર બાદ આના સભ્ય દેશ આપસી ટેરિફ ઘટાડશે અને વેપાર વધારવા માટે ચીજોને વધુ અનુકી બનાવશે. સ્પષ્ટ છે કે આ કરારથી અમેરિકાનો દબદબો આ ક્ષેત્રના વેપાર પર પડશે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના શાસન બાદ અમેરિકા વેપાર સમજૂતી માટે અમેરિકા ફર્સ્ટ પૉલીસીનું પાલન કરી રહ્યું હતું.
નીતિશ કુમાર સાતમી વાર બનશે બિહારના મુખ્યમંત્રી, સુશીલ મોદી નાયબ મુખ્યમંત્રી
આ સમજૂતી માટે પોતાની બજાર મુક્ત કરવાની અનિવાર્યતાને પગલે ભારત પહેલેથી જ અલગ થઈ ગયું હતું. આ કરાર પહેલાં જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ કહ્યું હતું કે તેમની સરકાર આ સમજૂતીમાં આગળ ચાલી ભારતની પણ સામેલ થવાની સંભાવના સહિત સ્વતંત્ર અને નિષ્પક્ષ ર્થિક ક્ષેત્રના વિસ્તારને સમર્થન આપે છે અને ઉમ્મીદ કરે છે કે બીજા દેશોને પણ તેનું સમર્થન પ્રાપ્ત થાય.