અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બોલ્યા- હું ચૂંટણી જીત્યો
વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટ્વીટ કરતાં ખુદને વિજેતા જાહેર કરી દીધા છે. એક દિવસ પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત સ્વીકારી હતી કે ડેમોક્રેટ જો બિડેને વ્હાઈટ હાઉસની રેસ જીતી લીધી છે. પરંતુ હવે તેમના આ નવા ટ્વટથી ફરી પરેશાનીઓ વધી ગઈ છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અડિયલ વલણના કારણે હજી સુધી સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ નથી થી શકી.
બિડેનને વિજેતા ગણાવ્યા હતા
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું અને લખ્યું, 'મેં ચૂંટણી જીતી લીધી છે.' પ્રેસિડેન્ટે આની સાથે જ એક વાર ફરીથી સ્પષ્ટ કરી દીધું કે તેઓ ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારશે નહિ. અગાઉ રવિવારે ટ્રમ્પે બિડેન સામે પોતાની હાર તો સ્વીકારી પરંતુ સાથે જ એમ પણ કહ્યું કે, 'આ ચૂંટણીમાં ગોટાળો થયો હોવાના કારણે બિડેન ચૂંટણી જીત્યા છે.' ટ્રમ્પનું કહેવું છે હતું કે ડેમોક્રેટ્સની જીત માત્ર મીડિયાની આંખોમાં જ છે. જો બિડેને ટ્રમ્પને મિશીગન, વિસ્કૉન્સિન અને પેંસિલવેનિયામાં માત આપી છે અને 270 ઈલેક્ટોરલ વોટ્સનો આંકડો હાંસલ કરી લીધો. બિડેનને અત્યાર સુધીમાં 77.5 મિલિયન વોટ્સ મળ્યા, કોઈ ઉમેદવારને આટલા વોટ મળ્યા હોવાનો આ એક રેકોર્ડ છે.
NASA: ચાર અંતરિક્ષ યાત્રીઓને લઈ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થયું SpaceX, જુઓ વીડિયો
જ્યારે ટ્રમ્પને 72.3 મિલિયન વોટ જ મળી શક્યા છે. આ દરમ્યાન ટ્રમ્પ કેમ્પેન તરફથી દેશભરમાં કાનૂની લડાઈ શરૂ કરી દેવામાં આવી છે. કેટલીય જગ્યાએ કેસ નોંધાવી દેવામાં આવ્યા છે પરંતુ ચૂંટણીમાં ધાંધલી થઈ હોવાનું સબુત કેમ્પેન તરફથી રજૂ નથી કરી શકાયું. 3 નવેમ્બરે અમેરિકામા ંથયેલ ચૂંટણીના 15 દિવસ બાદ પણ ના તો ટ્રમ્પે બિડેનને કોલ કર્યો કે ના જ તેમમે ઔપચારિક રીતે પોતાની હાર સ્વીકારી. વ્હાઈટ હાઉસના અધિકારીઓ મુજબ તેઓ ટ્રમ્પ પ્રશાસનના બીજા કાર્યકા માટે તૈયાર થઈ રહ્યા છે.