Dhanteras 2020: પીએમ મોદીએ દેશવાસીઓને આપી ધનતેરસની શુભકામનાઓ
Dhanteras 2020: પાંચ દિવસોના દિવાળી તહેવારની શરૂઆત આજે 'ધનતેરસ'થી થઈ ચૂકી છે. આ શુભ પ્રસંગે પીએમ મોદીએ દેશવાસીઓને ધનતેરસની શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યુ છે, 'ધનતેરસની તમને સૌને ખૂબ ખૂબ શુભકાનમા. ભગવાન ધન્વંતરિ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે.' તમને જણાવી દઈએ કે આજનો દિવસ આયુર્વેદ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. માટે આ ખાસ પ્રસંગે પીએમ મોદી બે સંસ્થાનોનુ ઉદઘાટન પણ કરવાના છે.
આજના દિવસે 'ભગવાન ધનવંતરિ'ની પૂજા કરવામાં આવે છે. ધનવંતરિ ચિકિત્સાના પણ દેવતા છે માટે તેમને સારા સ્વાસ્થ્યની પણ કામના કરવામાં આવે છે. પુરાણો મુજબ જ્યારે દેવતાઓ અને રાક્ષકો વચ્ચે સમુદ્ર મંથન થયુ ત્યારે સમુદ્રમાંથી ચૌદ રત્ન નીકળ્યા હતા જેમાંથી એક રત્ન અમૃત હતુ. ભગવાન વિષ્ણુ દેવતાઓને અમર કરવા માટે ધનવંતરિ રૂપે પ્રગટ થઈને કળશમાં અમૃત લઈને સમુદ્રમાંથી નીકળ્યા હતા માટે કહેવાય છે કે ધનવંતરિની પૂજા કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ધનવંતરિ જ સુશ્રૃત સંહિતા લખી હતી, આ જ સુશ્રૃત વિશ્વના પહેલા સર્જન (શલ્ય ચિકિત્સક) હતા.
સોનુ-ચાંદી ખરીદે છે લોકો
તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે લોકો ઘરો માટે વાસણ અને સોનુ-ચાંદી ખરીદે છે. ધનતેરસના દિવસે કુબેર ઉપરાંત દેવતા યમની પણ પૂજા કરવામાં આવે છે. જેની પાછળ માન્યતા છે કે તેમની પૂજા કરવાથી ઘરમાં અસમય મોતનો ભય નથી રહેતો. આજે ચિત્રા નક્ષત્ર અને પ્રીતિ યોગ અને શુક્રવાર હોવાના કારણે લક્ષ્મી પૂજનનો સર્વશ્રેષ્ઠ દિવસ છે. સાંજે 5.59 વાગ્યાથી ચતુર્દશી તિથિ લાગવાના કારણે ચતુર્દશીનુ દીપદાન આ દિવસે કરવામાં આવશે.
સોનુ-ચાંદી ખરીદવાનુ શુભ મુહૂર્ત
સોનુ-ચાંદી ખરીદવાનુ શુભ મુહૂર્ત 13 નવેમ્બરે સવારે 6 વાગીને 42 મિનિટથી લઈને સાંજે 5 વાગીને 59 મિનિટ સુધીનુ છે. જ્યારે પૂજા માટે શુભ મુહૂર્ત નીચે મુજબ છે.
ધનતેરસ માટે શુભ મુહૂર્ત
સવારે 5.59થી 10.06 વાગ્યા સુધી
સવારે 11.08થી બપોરે 12.51 વાગ્યા સુધી
બપોરે 3.38 મિનિટથી સાંજે 5.00 વાગ્યા સુધી