જેલમાંથી બહાર આવતા અર્નબે CM ઠાકરેને આપ્યો ખુલ્લો પડકાર, 'હિંમત હોય તો મારી સાથે ચર્ચા કરો'
મુંબઈઃ ઈંટીરિયર ડિઝાઈનરને આત્મહત્યા માટે ઉકસાવવાના આરોપમાં જેલમાં બંધ રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને બુધવારે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા હતા. અંતરિમ જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરીને કહ્યુ કે જો રાજ્ય સરકારો વ્યક્તિઓને ટાર્ગેટ કરે તો તેમને ખબર હોવી જોઈએ કે નાગરિકોની સ્વતંત્રતાની રક્ષા માટે મોટી અદાલત છે. અરજીકર્તાઓને 50,000 રૂપિયાના વ્યક્તિગત બૉન્ડ પર અંતરિમ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાતે લગભગ સાડા આઠ વાગે જેલમાંથી બહાર આવેલ અર્નબ ગોસ્વામીએ વિજય ચિહ્ન બતાવીને કહ્યુ કે ભારતના લોકોની જીત છે અને ત્યારબાદ ANI સાથે વાત કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ચર્ચા કરવા માટે પડકારી દીધા.

મને જેલમાં યાતનાઓ આપવામાં આવી
તેમણે કહ્યુ કે તે સ્વતંત્ર પત્રકારત્વ કરવાથી અમને રોકી ન શકે, એ સરકાર દ્વારા ગેરકાયદે રીતે મારી ધરપકડ કરવામાં આવી જે આ સમજવા માટે તૈયાર નથી કે તે સ્વતંત્ર મીડિયાને પાછળ ન ધકેલી શકે. જો ઉદ્ધવ ઠાકરેને મારા પત્રકારત્વ સાથે કોઈ પ્રોબ્લેમ હોય તો તેમણે મને ઈન્ટરવ્યુ આપવો જોઈએ, હું તેમને પડકાર આપુ છુ કે તે મારી સાથે એ બધા મુદ્દાઓ પર ચર્ચા કરે જેમાં હું તેમની સાથે સંમત નથી. તેમણે મને જૂના જૂઠ અને નકલી કેસમાં ફસાવ્યો, આ કેટલી શરમજનક વાત છે, તેમણે એ પણ કહ્યુ કે તેમને જેલમાં યાતનાઓ આપવામાં આવી.

'હું જેલની અંદરથી ચેનલ ચલાવીશ'
તમને જણાવી દઈએ કે જેલમાંથી મુક્ત થયા બાદ પોતાની ચેનલના સ્ટુડિયોમાં પહોંચેલા ગોસ્વામીએ કહ્યુ કે તે સુપ્રીમ કોર્ટના આભારી છે. તમને જણાવી દઈએ કે તેમના ઉપર હજુ પણ ધરપકડનુ જોખમ મંડરાઈ રહ્યુ છે કારણકે તેમની અને તેમની પત્ની પર એક મહિલા પોલિસ સાથે મારપીટનો આરોપ લાગેલો છે. એ બંને સામે કેસ પણ નોંધાયેલો છે. એવામાં તે ફરીથી અરેસ્ટ થઈ શકે છે. આ સવાલના જવાબ પર અર્નબે કહ્યુ કે હું જેલની અંદરથી ચેનલ ચલાવીશ, હવે દરેક ભાષામાં રિપબ્લિક ખોલીશ, તે મને રોકી નહિ શકે, હું ઈન્ટરનેશનલ મીડિયામાં પોતાની ઉપસ્થિતિ નોંધાવીશ, હું ચૂપ નહિ બેસુ અને જે ખોટુ છે તેને ખોટુ જ કહીશ.

શું છે સમગ્ર કેસ
અર્નબને ઈંટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની માને કથિત રીતે આત્મહત્યા માટે ઉકસાવવાના કેસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સ્થિત અલીબાગના એક ફાર્મ હાઉસમાં મે 2018માં અન્વય નાઈક અને તેમની માએ કથિત રીતે આત્મહત્યા કરી હતી. તેમણે સુસાઈડ નોટમાં અર્નબ સહિત બે લોકોના નામ લખ્યા હતા. નોટમાં લખ્યુ હતુ કે અર્નબની રિપલ્બિક ટીવીની ઑફિસ અન્વય નાઈકે બનાવી હતી પરંતુ અર્નબે બાકીની 83 લાખની રકમ આપી નહિ. જો કે રિપબ્લિક અને ગોસ્વામી કહ્યુ છે કે આ સંપૂર્ણપણે નકલી કેસ છે.
બિગ બૉસ 13ના સિદ્ધાર્થ અને શહેનાઝ વચ્ચે શું ચાલી રહ્યુ છે?