પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં મહિલા એક્ટિવિસ્ટ સાથે શરમજનક હરકત
ઈસ્લામાબાદઃ કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ ભવનમાં સુરક્ષાની એટલી વ્યવસ્થા હોય છે જ્યાં કોઈ તણખલુ પણ ફરકી ન શકે પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં એક મહિલા એક્ટિવિસ્ટ સાથે શરમજનક હરકત થઈ. ત્યારબાદ સ્પષ્ટ થઈ ચૂક્યુ છે કે પાકિસ્તાનમાં સાર્વજનિક સ્થળોની વાત કરીએ તો રાષ્ટ્રપતિ ભવનમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. મહિલા એક્ટિવિસ્ટ મારિયા ઈકબાલ તરાનાએ આરોપ લગાવ્યો છે કે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં અધિકારીઓએ તેનુ યૌન શોષણ કર્યુ હતુ. તરાનાએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો કે તે એક કાર્યક્રમ માટે ઈસ્લામાબાદ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં ગઈ હતી ત્યારે ત્યાંના અધિકારીઓ તેનુ ઉત્પીડન કર્યુ.
કોણ છે મારિયા ઈકબાલ તરાના
પાકિસ્તાની મીડિયા ડેલી પાકિસ્તાનના જણાવ્યા અનુસાર મહિલા એક્ટિવિસ્ટ મારિયા ઈકબાલ તરાના શિક્ષણના ક્ષેત્રમાં કામ કરનાર એક સંગઠન તાલીમના સંસ્થાપક છે. તરાના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેમાં મહિલાઓની સ્થિતિ, કાશ્મીર માટે યુથ ફૉરમ અને પીપલ્સ કમિશન ફૉર માઈનોરિટી રાઈટ્સના પૂર્વ પ્રેસિડેન્ટ પણ રહ્યા છે.
તરાનાએ જણાવ્યુ કોણ છે એ વ્યક્તિ
તરાનાએ જણાવ્યુ કે તેમને એક પ્રોગ્રામમાં રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે તે રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યા તો ત્યારે ત્યાં હાજર એક અધિકારી શારીરિક સંબંધ બનાવવા માટે મજબૂર કરવા લાગ્યો. તરાનાએ ના પાડી દીધી તો અધિકારીએ કહ્યુ કે તમને આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા નથી માટે અહીંથી તાત્કાલિક જતા રહો.
તરાના માંગી રહી છે ન્યાય
તરાનાએ મામલાની તપાસ કરવા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તરાનાએ ટ્વિટ કરીને લખ્યુ કે જે વ્યક્તિએ તેની સાથે આવી ગંદી હરકત કરી તે રાષ્ટ્રપતિ ભવનનો ચીફ પ્રોટોકૉલ અધિકારી છે અને તેનુ નામ અફાક અહેમદ છે. તરાનાએ આગળ લખ્યુ કે આ કેસની તપાસ થવી જોઈએ અને જવાબદાર વ્યક્તિને કડક સજા થવી જોઈએ.
આ પહેલા પાકિસ્તાની મંત્રીઓ પર લાગી ચૂક્યા છે આવા આરોપ
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં આ આવી પહેલી ઘટના નથી. આની પહેલા મોટા બ્યુરોક્રેટ્સ અને નેતાઓ પર પોતાના દેશની મહિલાઓ સાથે આવી હરકત કરવાના આરોપ લાગી ચૂક્યા છે. આ ઘટના પહેલા અમેરિકી મહિલા સિંથિયા ડી રિચીએ પીપીપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિક પર વર્ષ 2011માં રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે જણાવ્યુ હતુ કે તે વીઝા લંબાવવા માટે રહેમાનની ઑફિસમાં ગઈ ત્યારે તેની પર બળાત્કાર કરવામાં આવ્યો. ત્
તરાનાએ લખી આ પોસ્ટ
મંગળવારે પોસ્ટ કરેલા એક વીડિયોમાં તરાનાએ લખ્યુ કે, 'જો પાકિસ્તાનના બીજા સૌથી મોટા કાર્યાલયના પુરુષો ન જાણતા હોય કે મહિલાઓ સાથે કેવો વ્યવહાર કરવાનો છે, તો બીજુ કોણ કરશે?' તરાનાએ મંગળવારે ફરીથી ટ્વિટર પર લખ્યુ કે તેણે છેલ્લા 10 વર્ષોથી ખોટુ કામ કરનારા લોકો સામે અવાજ ઉઠાવવા અને કામ કરવામાં પોતાની સૌથી સુંદર સંપત્તિ 'સ્મિત' ગુમાવી દીધુ છે.
જેલમાંથી બહાર આવતા અર્નબે CM ઠાકરેને આપ્યો ખુલ્લો પડકાર