બિહાર ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધી આજે રજા માણવા જઈ રહ્યા છે જેસલમેર, થયા જોરદાર ટ્રોલ
નવી દિલ્લીઃ બિહાર વિધાનસભાની 243 સીટોમાંથી રાજ્યમાં સત્તાધારી એનડીએને 125 સીટો પર વિજય મળ્યો છે. જ્યારે વિપક્ષી ગઠબંધને 110 સીટો જીતી છે. વિપક્ષી મહાગઠબંધનમાં શામેલ રાજદે 76 સીટો, કોંગ્રેસે 19 સીટો અને વામે 16 સીટો પર જીત મેળવી છે. કોંગ્રેસના ખરાબ પ્રદર્શનના કારણે રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે. આ ઉપરાંત રાહુલ ગાંંધી પોતાના પર્સનલ ટ્રિપ માટે પણ ટ્વિટર પર ટીકાઓનો સામનો કરી રહ્યા છે. બિહાર ચૂંટણીમાં હાર વચ્ચે રાહુલ ગાંધી આજે બુધવાર(11 નવેમ્બર) પોતાના દોસ્તો સાથે રજાઓ માણવવા જેસલમેર પહોંચી રહ્યા છે.

2 દિવસ જેસલમેરમાં રહેશે રાહુલ ગાંધી
ઈન્ડિયા ટુડેમાં છપાયેલા રિપોર્ટ મુજબ જેસલમેરમાં રાહુલ ગાંધી 2 દિવસ માટે દોસ્તો સાથે રજાઓ માણવા જઈ રહ્યા છે. આ માટે રાજસ્થાન પ્રશાસનની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. 10 લોકોના વીઆઈપી મૂવમેન્ટની તૈયારી રાખવા માટે પ્રશાસનને કહેવામાં આવ્યુ છે. રિપોર્ટ મુજબ રાહુલ ગાંધી એક દિવસ સૂર્યગઢ ફોર્ટમાં રોકાશે અને બીજા દિવસે રણમાં ટેન્ટમાં રોકાવાનો પ્લાન છે. રાહુલ ગાંધીના રજાઓ માણવાનો આ પ્લાન સોમવારે જ બની ગયો હતો.

બુધવારે સવારે પ્રાઈવેટ પ્લેનથી જેસલમેર પહોંચવાનો પ્લાન
રાહુલ ગાંધી 2 દિવસીય પર્સનલ પ્રવાસ પર બુધવારે સવારે પ્લેનથી જેસલમેર પહોંચશે. રાહુલ ગાંધીની આ યાત્રાને સિક્રેટ રાખવામાં આવી રહી છે. રાહુલ ગાંધીની સિક્યોરિટી માટે સીઆરપીએફની એક ટીમ જેસલમેર પહોંચી ચૂકી છે. રાહુલ ગાંધી અહીં સમ રોડ પર સ્થિત 5 સ્ટાર હોટલ સૂર્યગઢ ફોર્ટમાં રહેશે. સૂત્રોએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધી પોતાની જેસલમેર ટ્રીપ દરમિયાન રણ વિસ્તારમાં એક રાત ટેન્ટમાં વીતાવશે. રાહુલ માટે વિશેષ ટેન્ટ બનાવવામાં આવી રહ્યા છે. જેસલમેરમાં બે દિવસ વીતાવ્યા બાદ રાહુલ ગાંધી શુક્રવારે દિલ્લી પાછા જવાના છે.

જેસલમેર ટ્રીપ માટે જોરદાર ટ્રોલ થયા રાહુલ ગાંધી
કોંગ્રેસ બિહાર વિધાનસભા ચૂંટણીમાં 70 સીટો પર લડી હતી અને માત્ર 19 સીટો પર જીતી શકી છે. એવામાં આ વાત માટે રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર ટ્રોલ તો થઈ જ રહ્યા હતા પરંતુ આ દરમિયાન તે પોતાની જેસલમેર ટ્રિપ માટે પણ ટ્વિટર્સના નિશાના પર આવી ગયા છે. ટ્વિટર પર ઘણા યુઝરે લખ્યુ છે, 'રાહુલ ગાંધીએ બિહાર માટે એનડીએને અભિનંદન આપ્યા નથી પરંતુ તેમણે જો બિડેનને બહુ જલ્દી અભિનંદન આપ્યા હતા અને હવે રજાઓ માણવા માટે જેસલમેરના અંગત પ્રવાસે રાજસ્થાન આવી રહ્યા છે. આવા નેતાને મીડિયા પીએમ ઉમેદવાર માનીને ચાલે છે.' વળી, અમુક યુઝરે કટાક્ષ કરીને લખ્યુ, 'બિહારમાં કારમી હાર બાદ જેસલમેર પાર્ટી મનાવવા જઈ રહ્યા છે રાહુલ ગાંધી.' વળી, એક યુઝરે લખ્યુ, 'રાહુલ ગાંધી તેજસ્વી યાદવ વિના પાર્ટી મનાવશે.' ઘણા ટ્વિટર યુઝરે કોંગ્રેસ નેતાઓને ટ્વિટને રિટ્વિટ કરીને લખ્યુ છે, 'આમને બિહારમાં થયેલા વોટિંગની ચિંતા છે પરંતુ રાહુલ ગાંધી તો પાર્ટી કરવા માટે જેસલમેર જઈ રહ્યા છે.'
નીતિશ કુમાર મુખ્યમંત્રી પદના સાતમી વાર લેશે શપથ