નીતિશ કુમાર મુખ્યમંત્રી પદના 7મી વાર લેશે શપથ, જાણો ક્યારે ક્યારે બન્યા CM
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન(NDA) 125 સીટો સાથે પૂર્ણ બહુમત સાથે જીતી ગયુ છે. આ જીત સાથે નીતિશ કુમાર ઈતિહાસ રચવાના છે. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી તરીકે સાતમી વાર શપથ લેવાના છે. નીતિશ કુમાર ભલે 2005માં બિહારના મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ આ પહેલા તે 2000માં પણ બિહારના સીએમ પદના શપથ લઈ ચૂક્યા હતા. જો કે સપ્તાહમાં જ તેમની સરકાર બહુમત સાબિત ન કરી શકવાને કારણે પડી ગઈ હતી. આવો જાણીએ નીતિશ કુમાર બિહારના સીએમ ક્યારે ક્યારે બન્યા?

2000માં સાત દિવસ માટે બન્યા સીએમ
1 - નીતિશ કુમાર 3 માર્ચ 2000માં મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ આ વખતે નીતિશ કુમાર માત્ર 7 દિવસ માટે સીએમ બન્યા હતા. બહુમત ના મળવાના કારણે તેમની સરકાર પડી ગઈ હતી.
2 - નીતિશ કુમાર બીજી વાર મુખ્યમંત્રી 24 નવેમ્બર 2005માં બન્યા. આ વખતે તેમણે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી.
3 - ત્રીજી વાર નીતિશ કુમારે 26 નવેમ્બર 2010માં મુખ્યમંત્રી પદના શપથ લીધા.
4 - વર્ષ 2014માં લોકસભા ચૂંટણી હાર્યા બાદ નીતિશ કુમારે ફરીથી સીએમ પદથી રાજીનામુ આપ્યુ હતુ. એ વખતે તેમનો આ નૈતિક નિર્ણય માનવામાં આવ્યો હતો. નીતિશે જીતનરામ માંઝીને બિહારના મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ ચોથી વાર નીતિશ કુમાર 22 ફેબ્રુઆરી 2015માં સીએમ બન્યા હતા.

સાતમી વાર સીએમ પદના શપથ લેશે
5 - નીતિશ કુમારે 5મી વાર 20 નવેમ્બર 2015માં બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ ચૂંટણીમાં નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવે એક સાથે ચૂંટણી લડી હતી.
6 - બે વર્ષ બાદ નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીથી અલગ થઈ ગયા અને ભાજપ સાથે હાથ મિલાવી લીધો. ત્યારબાદ 27 જુલાઈ 2017માં નીતિશ કુમારે છઠ્ઠી વાર સીએમ પદના શપથ લીધા.
7 - જો નીતિશ કુમાર બિહારના આવતા મુખ્યમંત્રી બન્યા તો તે સાતમી વાર સીએમ પદના શપથ લેશે. જો કે એનડીએમાં શામેલ ભાજપે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે બિહારમાં સીએમનો ચહેરો નીતિશ કુમાર જ હશે.

બિહારમાં NDAને પૂર્ણ બહુમત, જીતી 125 સીટો
બિહાર વિધાનસભાની 243 સીટોમાંથી NDA 125 સીટો પર જીત મેળવી છે. મહાગઠબંધને 110 સીટો જીતી છે. એનડીએમાં શામેલ ભાજપ 74 સીટો, જેડીયુ 43, વિકાસશીલ ઈંસાન પાર્ટીએ 4 સીટો પર અને હિંદુસ્તાની અવામ મોરચાએ 4 સીટો પર જીત મેળવી છે. મહાગઠબંધનમાં શામેલ આરજેડીએ 76 સીટો, કોંગ્રેસ 19, ભાકપા માલે 12 સીટો અને વામ 16 સીટો પર જીત મેળવી છે. બિહારમાં ચૂંટણીમાં એઆઈએમઆઈએમ 5 સીટો, લોજપા અને બસપા એક-એક સીટ જીતી છે. એક સીટ પર અપક્ષ ઉમેદવાર જીતવામાં સફળ રહ્યુ છે.
બિહારમાં NDAની જીત પર PM મોદીનુ ટ્વિટ, કહ્યુ 'લોકતંત્ર એકવાર ફરીથી વિજયી'