By-Election Results 2020: પેટા ચૂંટણીઓમાં ભાજપે 59માંથી 41 સીટો મેળવી, કોંગ્રેસનો સફાયો
નવી દિલ્લીઃ બિહારની વિધાનસભા ચૂંટણી ઉપરાંત દેશના 11 રાજ્યોની 59 વિધાનસભા સીટો પર પણ પેટાચૂંટણી થઈ જેમાં ભાજપે કોંગ્રેસને પછાડીને મોટી જીત મેળવી છે. ભાજપે આ 11 રાજ્યોમાંથી 7માં સારુ પ્રદર્શન કર્યુ છે અને કુલ 59માંથી 41 સીટો પોતાના નામે કરી છે. આમાંથી ઓછોમાં ઓછી 31 સીટો તો એવી છે જેના પર કોંગ્રેસ જ જીતતી આવી છે. પાર્ટીને સૌથી વધુ સફળતા ગુજરાત અને મધ્ય પ્રદેશમાં મળી છે. ભાજપે ગુજરાતની બધી 8 સીટો પર જીત મેળવી જ્યારે એમપીની 28માંથી 19 સીટો પર જીત મેળવી છે. હવે ગુજરાતની 182 સભ્યોની વિધાનસભામાં ભાજપના સભ્યોની સંખ્યા 111 થઈ ગઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસના સૂપડા સાફ
ગુજરાતની આઠ સીટો અબડાસા, લિંબડી, કરજણ, ગઢડા, મોરબી, ધારી, ડાંગ અને કપરાડા છે. મણિપુર એવુ ત્રીજુ રાજ્ય છે જ્યાં ભાજપે પાંચમાંથી 4 સીટ પોતાના નામે કરી છે. વળી, કોંગ્રેસના કબ્જાવાળી પાંચમી સીટ અપક્ષ ઉમેદવારે જીતી છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં 7 સીટો પર પેટા ચૂંટણી થઈ હતી જેમાંથી 6 ભાજપને અને એક સપાએ જીતી છે. આમાં બાંગરમઉ સીટ પણ છે જ્યાંથી કુલદીપ સિંહ સેંગર ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપની એક મોટી જીત નૌગાંવ સાદાત સીટ પર પણ થઈ છે. આ સીટ પહેલા ક્રિકેટરમાંથી નેતા બનેલા સ્વર્ગીય ચેતમ ચૌહાણના નામે હતી. ચેતન ચૌહાણનુ ઓગસ્ટમાં કોવિડ-19ના કારણે નિધન થઈ ગયુ હતુ ત્યારબાદથી આ સીટ ખાલી હતી. આ સીટને તેમની પત્ની સંગીતા ચૌહાણે જીતી છે. વળી, યુપીની મલ્હની સીટ પર સપા નેતા લકી યાદવ જીત્યા છે.

કર્ણાટકમાં બંને સીટ જીતી
કર્ણાટકમાં 2 સીટો પર ચૂંટણી થઈ હતી જે બંને ભાજપે જીતી લીધી છે. રાજ રાજેશ્વરી નગર(આરઆર નગર) સીટથી ભાજપના મુનીરત્નાએ જીત મેળવી છે. વળી, સિરા સીટ ભાજપના ડૉ.સીએમ રાજેશ ગોડાએ જીતી છે. હવે વિધાનસભામાં ભાજપના સભ્યોની સંખ્યા 119 થઈ ગઈ છે. કોંગ્રેસના સભ્યોની સંખ્યા 67 છે અને જેડી(એસ)ના સભ્યોની સંખ્યા 33 છે. તેલંગાનાની દુબ્બક સીટ ભાજપના માધવ નેને રઘુનંદન રાવે જીતી છે. સૂત્રોની માનીએ તો આ જીત એ વાતની પુષ્ટિ કરી શકે છે કે તેલંગાનાની ભવિષ્યની રાજનીતિ કેવી રીતે બદલાશે. અહીં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ભાજપ કોંગ્રેસનુ સ્થાન લઈ શકે છે. આનો પહેલો સંકેત 2019ની લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યો હતો જ્યારે ભાજપે પહેલી વાર 4 સીટો જીતી હતી.

છત્તીસગઢમાં પણ મેળવી જીત
છત્તીસગઢના મરવાહીમાં કોંગ્રેસના ડૉ.કેકે ધ્રુવે જીત મેળવી છે. અહીં ડૉ. કેકે ધ્રુવે ભાજપના ડૉ.ગંભીર સિંહને 38,197 મતોથી હરાવ્યા. નાગાલેન્ડની 2 સીટોમાંથી એક દક્ષિણ અંગામી-1 સીટ નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના મેદો યોખાએ જીતી છે. આ ભાજપનો સહયોગી પક્ષ છે. જ્યારે એક અન્ય સીટ પુંગરો કિફિરે અપક્ષ ઉમેદવાર ટી આંગસિઓ સંગતમે જીતી છે.
સૂચના-પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે ઑનલાઈન ન્યૂઝ-OTT પ્લેટફોર્મ