બિહારમાં એકવાર ફરીથી NDAની સરકાર, બધી 243 સીટોના પરિણામ ઘોષિત
નવી દિલ્લીઃ ભારતીય ચૂંટણી પંચ બિહાર વિધાનસભા ચૂંટણી માટે થયેલ 243 સીટો પર મતદાનના પરિણામો ઘોષિત કરી દીધા છે. ફાઈનલ પરિણામ આવતા પહેલા જ એનડીએએ બહુમતનો જાદૂઈ આંકડો પાર કરીને એક વાર ફરીથી બિહારમાં સરકાર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી. બિહાર ચૂંટણી બાદ ભલે એક્ઝિટ પોલે મહાગઠબંધનના માથે જીતના તાજનો દાવો કર્યો હતો પરંતુ તેનાથી ઉલટુ મતગણતરી પૂરી થયા બાદ લોકો સામે બિહાર ચૂંટણીની એક અલગ જ તસવીર સામે આવી. બિહારમાં એક વાર ફરીથી એનડીની જીત છે અને નીતિશકુમાર આવતા પાંચ વર્ષો માટે મુખ્યમંત્રી પદે બેસવા માટે તૈયાર છે.

243 સીટો પર મતગણતરી પૂરી
ચૂંટણી પંચ દ્વારા મતગણતરી પૂરી કરી લીધા બાદ બિહાર વિધાનસભા ચૂંટણીના 243 સીટો માટે પરિણામ સામે આવી ગયા છે. આ વખતની ચૂંટણીમાં જનતા દળ યુનાઈટેડ(જેડીયુ)ના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સીટોમાં મોટી સંખ્યામાં નુકશાન થયુ છે. જો કે ભાજપ અને પીએમ મોદીના સહારે બિહારમાં આ વખતે તેમની નાવ પાર લાગી ગઈ છે. ઘોષિત સીટોમાંથી એનડીએને પૂર્ણ બહુમતસાથે 125 સીટો મળી છે. મહાગઠબંધનને 110 સીટો મળી. વળી, કોંગ્રેસને 19, વામ 16, લોજપાને 1, એઆઈએમઆઈએમને 5, બસપા તેમજ બીજા પક્ષોને 1 સીટો મળી છે.

સવારે 8 વાગે શરૂ થઈ હતી મતોની ગણતરી
તમને જણાવી દઈએ કે મતોની ગણતરી મંગળવારે સવારે 8 વાગે શરૂ થઈ હતી પરંતુ કોરોના વાયરસ સંકટમાં ગાઈડલાઈનનુ પાલન કરીને કાઉન્ટિંગ કરવામાં સમય લાગી ગયો. ચૂંટણી પંચ દ્વારા રાજ્યના બધા 38 જિલ્લામાં 55 મત ગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યો હતા જ્યાં ચૂંટણી પદાધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગનુ પણ પાલન કરવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે મતગણતરીની શરૂઆતમાં એનડીએ અને મહાગઠબંધમ વચ્ચે કાંટાની ટક્કર દેખાઈ રહી હતી પરંતુ જેમ જેમ સીટો પર પરિણામો ઘોષિત થતા ગયા તેમ તેમ બિહારમાં આવતી સરકારની તસવીર પણ સાફ થતી ગઈ.

એનડીએમાં ભાજપનો પ્રભાવ વધ્યો
તમને જણાવી દઈએ કે બિહારમાં સરકાર બનાવવા માટે મેજિક નંબર 122 છે. જો કે મહાગઠબંધન આ વખતે પણ સરકાર બનાવવાથી ચૂકી ગઈ પરંતુ રાષ્ટ્રીય જનતા દળ(રાજદ) રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે. વળી, એનડીએથી ચિરાગ પાસવાનની લોજપાના અલગ થવાથી નીતિશ કુમારને ભારે નુકશાન થયુ, તેમણે પોતાની ઘણી સીટો ગુમાવવી પડી. તમને જણાવી દઈએ કે આ વખતે જેડીયુ માત્ર 43 સીટો પર જ સમેટાઈને રહી ગઈ. બીજી તરફ ચિરાગના જવાથી ભાજપને મોટો ફાયદો થયો. એનડીએમાં જેડીયુથી વધુ સીટો મેળવવ્યા બાદ ભાજપનુ કદ વઘી ગયુ છે તેના ભાગે 74 સીટો આવી છે.
#BiharElections: Results of all 243 assembly constituencies declared.
— ANI (@ANI) November 10, 2020
NDA wins 125 seats (BJP 74, JDU 43, VIP 4, HAM 4)
Mahagathbandhan wins 110 seats (RJD 75, Congress 19, Left 16)
AIMIM wins 5, BSP wins 1, LJP wins 1 & Independent wins 1 pic.twitter.com/hzIJ1SUmbu
રાહુલ ગાંધીએ જ્યાં-જ્યાં રેલીઓ કરી ત્યાં કોંગ્રેસ ફ્લૉપ