Raghopur Election Result 2020: રાઘોપુર સીટ પર તેજસ્વી યાદવ આગળ
બિહાર વિધાનસભા ચૂંટણી 2020 માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. શરૂઆતી ટ્રેન્ડમાં તેજસ્વી યાદવ ભાજપના ઉમેદવાર સતીશ કુમાર યાદવથી આગળ ચાલી રહ્યા છે. રાઘોપુર સીટ પર આ વખતે અહીં 54 ટકા મતદાન થયું છે જ્યારે 2015માં અહીં 56 ટકા મતદાન થયું હતું. એક્ઝિટ પોલ મુજબ આ વખતે બિહારમાં સત્તા પરિવર્તનની લહેર છે અને રાજદ નેતા તેજસ્વીની આગેવાનીમાં મહાગઠબંધનની સરકાર બનવાના અણસાર છે. ટ્વીટર પર તેજસ્વી યાદવ ટ્રેન્ડ થવા લાગ્યા છે. અને એવામાં હાલ આખા દેશની નજરો બિહાર ચૂંટણી રિઝલ્ટની સાથોસાથ તેજસ્વી અને તેમની વિધાનસભા સીટ રાઘોપુર પર છે.
રાઘોપુર સીટના ઉમેદવાર
બિહારના હાજીપુર લોકસભા ક્ષેત્રનો ભાગ અને હૉટ સીટ રાઘોપુર સીટતી મહાગઠબંધનના સીએમ ફેસ અને રાજદ નેતા તેજસ્વી યાદવ મેદાનમાં છે. જ્યારે એનડીએ તરફતી ભાજપના ઉમેદવાર સતીશ કુમાર યાદવ છે. એનડીએના પૂર્વ સહયોગી અને બિહારમાં આ વખતે અલગ ચૂંટણઈ લડી રહેલા એલજેપીએ પણ અહીંથી રાકેશ રોશનને ઉમેદવાર બનાવ્યા છે. રાઘોપુર સીટ પર તેજસ્વી યાદવ એનડીએના સતીષ કુમારથી આગળ ચાલી રહ્યા છે.
રાઘોપુર વિધાનસભા સીટમાં મતગતરી
- કુલ વોટર્સ 3.37 લાખ
- પુરુષ વોટર્સ 1.83 લાખ
- મહિલા વોટર્સ 1.54 લાખ
- ટ્રાન્સજેન્ડર વોટર્સ 4 લાખ
રાઘોપુર સીટનો ચૂંટણી ઈતિહાસ અને જાતિય ગણિત
Bihar Result: NDAના મુકાબલે ડબલ સ્ટ્રાઈક રેટથી મહાગઠબંધનની બેટિંગ શરૂ
વિધાનસભા સીટની રચના બાદ યાદવ બુમહતી વાળી રાઘોપુર વિધાનસભા સીટ પર અત્યાર સુધી 2000ની પેટાચૂંટણી સહિત કુલ 20 ચૂંટણી થઈ ચૂકી છે. જેમાં પાંચ-પાંચ વખત કોંગ્રેસ અને આરજેડી, બે-બે વાર જનતા દળ અને સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટી અને એક-એક વાર જેડીયૂ, લોકદળ, જનતા પાર્ટી (સેક્યુલર), જનતા પાર્ટી, જનસંઘ અને સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર બની ચૂક્યા છે. અત્યાર સુધીમાં અંતિમ છમાંથી પાંચ વાર અહીં RJDએ આ સીટ પર કબ્જો જમાવ્યો છે. 90ના દશકથી લાલૂ પરિવારનો ગઢ મનાતી આ સીટ પર 30 ટકા યાદવ વોટર્સ છે. ભૂમિહાર અને પાસવાન વોટર્સની સંખ્યા પણ સારી છે.