બિહાર ચૂંટણી મતગણતરી વચ્ચે નીતિશ કુમારને મળવા પહોંચ્યા સુશીલ મોદી અને ભુપેન્દ્ર યાદવ
બિહારની તમામ 243 સીટ માટે મતગણતરી ચાલી રહી ચે. ટ્રેન્ડમાં એનડીએને બહુમત મળી ચૂક્યો છે, અત્યાર સુધીના ટ્રેન્ડમાં 123 પર એનડીએ અને 112 સીટ પર મહાગઠબંધનના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. જ્યારે ચૂંટણીના ફાઈનલ પરિણામ આવતાં પહેલાં એનડીએના નેતા પોતાની જીત માટે આશ્વસ્ત થઈ ચૂક્યા છે અને બિહારના વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મીટિંગ કરવા પહોંચી ગયા છે.
ચૂંટણી પંચના ટ્રેન્ડ મુજબ NDA 123 સીટ પર આગળ ચાલી રહી ચે. આ દરમ્યાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના આવાસ પર પહોંચી ગયા છે. નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી અને બિહાર માટે ભાજપ પ્રબારી ભૂપેન્દ્ર યાદવ, મંત્રી મંગલ પાંડે સહિત અન્ય વરિષ્ઠ નેતા મીટિંગ કરવા પહોંચી ગયા છે. આ મીટિંગ કયા સંબંધમાં છે હજી સ્પષ્ટ નથી થયું.
Bihar Election Result 2020: રાહુલ ગાંધીએ જ્યાં-જ્યાં રેલીઓ કરી ત્યાં કોંગ્રેસ ફ્લૉપ
જ્યારે મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા દળે આ બેઠકને લઈ આરોપ લગાવવા શરૂ કરી દીધા છે. આરજેડીએ આરોપ લગાવ્યો કે બિહાર વિધાનસબાની 10 સીટ પર નીતિશ પ્રશાસન ગણતરીમાં વિલંબ કરી રહ્યું છે. જીતેલા ઉમેદવારોને સર્ટિફિકેટ નથી આપી રહ્યા. સીએમ આવાશમાં બેસીને નીતિશ કુમાર અને સુશીલ મોદી સીએમના પ્રધાન સચિવથી તમામ DM અને ROને ફોન કરાવી નજીવી લડાઈ વાળી સીટો પર પોતાના પક્ષમાં ફેસલો અપાવવા દબાણ બનાવી રહ્યા છે.
#WATCH Patna: Deputy Chief Minister Sushil Kumar Modi and BJP incharge for Bihar, Bhupender Yadav arrive at the residence of Chief Minister Nitish Kumar.
— ANI (@ANI) November 10, 2020
As per the latest Election Commission of India (ECI) trends NDA is leading on 121 seats.#BiharElectionResults2020 pic.twitter.com/Ha0HeQFdgm