દિલ્લીમાં ફટાકડા ફોડ્યા તો ખેર નથી!! થશે આટલી જેલની સજા અને દંડ
નવી દિલ્લીઃ દિલ્લીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ફટાકડા પર લાગુ પ્રતિબંધનુ ઉલ્લંઘન કરનારા સામે કડક નિર્ણય કર્યો છે. ગોપાલ રાયે કહ્યુ છે કે આમ કરનારા સામે પ્રદૂષણની રોકથામ તેમજ નિયંત્રણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમ હેઠળ છ વર્ષ સુધીની જેલ અને એક લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. ગોપાલ રાયે સોમવારે દિલ્લીના સાતે જિલ્લાધિકારીઓ, દિલ્લી પોલિસ, પર્યાવરણ અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને પ્રતિબંધ લાગુ કરવાના માનકો પર ચર્ચા કરી.
મીડિયા સાથે વાતચીતમાં ગોપાલ રાયે કહ્યુ કે 'ચર્ચા મુજબ, પોલિસ વાયુ(પ્રદૂષણની રોકથામ તેમજ નિયંત્રણ) અધિનિયમ હેઠળ ફટાકડા પર લાગુ પ્રતિબંધનુ ઉલ્લંઘન કરનારા સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરી શકે છે.' તેમણે કહ્યુ કે આવા ગુનામાં દંડ લગાવવા અને ઓછામાં ઓછા દોઢ વર્ષથી લઈને મહત્તમ છ વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ છે. ગોપાલ રાયે કહ્યુ કે વિશેષજ્ઞો મુજબ સૂકુ ઘાસ બાળવાના કારણે દિવાળી સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણનુ સ્તર 'ગંભીર'ની શ્રેણીમાં પહોંચવાની સંભાવના છે.
આ વખતે પ્રદૂષણ વધવાના આ પણ કારણો
અભિયાન ચલાવીને નથી હટાવાઈ વૃક્ષોની ધૂળ.
રસ્તાની ધૂળ હટાવવા માટે સપ્તાહમાં બે વાર નથી થઈ રહ્યુ ધોવાણ.
ધૂળ ઉડતી રોકવા માટે કેમિકલ યુક્ત પાણીનો છંટકાવ નહિ.
કાચા રસ્તાથી ઉડતી ધૂળને રોકવાના ઉપાય નહિ.
નિર્માણ ગતિવિધિઓમાં ધૂળ રોકવાના માનક પૂરા નહિ.
આ છે NCRના સૌથી પ્રદૂષિત શહેર(CPC મુજબ)
ગાઝિયાબાદ 456 (AQI)
ગ્રેટર નોઈડા 440 (AQI)
ગુરુગ્રામ 434 (AQI)
નોઈડા 428 (AQI)
દિલ્લી 416 (AQI)
બિહારમાં આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી, તૈયારી પૂરી