Bihar Election Result 2020: ઈમામગંજ સીટ પર જીતનરામ માંઝી આગળ, ઉદય નારાયણ પાછળ
ઈમામગંજઃ બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ 2020 બાદ મંગળવારે એ નિર્ણય આવી જશે કે બિહારમાં આવતા પાંચ વર્ષોની સત્તા કોણ સંભાળશે. વોટોની ગણતરી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ એ સ્પષ્ટ થઈ રહ્યુ છે. રાજ્યના હાઈ પ્રોફાઈલ મનાતી સીટમાં ગણાતી ઈમામગંજ સીટ પર પૂર્વ મુખ્યમંત્રી અને એચએએમ પાર્ટીના પ્રમુખ જીતનરામ માંઝી આગળ છે. મતોની ગણતરીમાં રાજદના ઉદય નારાયણ ચૌધરી ઘણા પાછળ ચાલી રહ્યા છે.
ઈમામગંજ સીટ પર જે બિહાર જિલ્લા અંતર્ગત આવે છે તેના પર 28 ઓક્ટોબરે પહેલા તબક્કામાં ચૂંટણી થઈ હતી. આ સીટ પર જીતનરામ માંઝી વર્તમાન ધારાસભ્ય છે અને આ ચૂંટણીમાં તેમની સામે રાજદના ઉદય નારાયણ ચૌધરી ઉભા છે. ઈમામગંજ સીટ પર અત્યાર સુધી મતોની ગણતરી અનુસાર હિંદુસ્તાન અવામ મોરચા(સેક્યુલર)ના જીતનરામ માંઝીને અત્યાર સુધી 32348 વોટ મળ્યા છે. અને રાષ્ટ્રીય જનતા દળ(રાજદ)ને અત્યાર સુધી 25878 મત મળ્યા છે. વળી, લોકજનશક્તિ પાર્ટીના કુમારી શોભા સિન્હાને અત્યાર સુધી 6667 મત, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના જિતેન્દ્ર કુમાર પાસવાનને માત્ર 829 મત મળ્યા છે.
તમને જણાવી દઈએ કે 2015માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં હમ પાર્ટીના પ્રમુખ જીતનરામ માંઝીએ જેડીયુના ઉદય નારાયણ ચૌધરીને 29408 મતોથી પાછળ હરાવી દીધા હતા. ઉદય નારાયણ ચૌધરી આ પહેલા ઈમામગંજ સીટથી 5 વાર ચૂંટણી જીતી ચૂક્યા છે. અત્યાર સુધીના કાઉન્ટિંગ પર નજર નાખીએ તો રૂઝાન અનુસાર એક વાર ફરીથી જીતનરામ માંઝી જીત તરફ આગળ વધી રહ્યા છે.
બિહાર ચૂંટણી પરિણામઃ સરસાઈ બાદ CM વિશે બદલાઈ રહ્યો BJPનો મૂડ