બિહારમાં આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી, તૈયારી પૂરી, આ સીટો પર સૌથી પહેલા રિઝલ્ટ
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2020 માટે આજે મંગળવાર(10 નવેમ્બર) સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે. આ સાથે એ પણ નિર્ણય થઈ જશે કે બિહારમાં નીતિશ કુમારની સત્તા ચાલુ રહેશે કે પછી તેજસ્વી યાદવના માથે તાજ આવશે. બિહાર વિધાનસભાની બધી 243 સીટો પર મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે. આ અંગેની સૂચના ચૂંટણી પંચે આપી છે. પહેલા પરિણામોના રૂઝાન સવારે 9 વાગ્યાથી આવવાની આશા છે. પરંતુ કોનુ પલ્લુ ભારે છે તેનુ વાસ્તવિક પરિણામ 2-3 વાગ્યા પછી જ આવી શકે છે.
અહીં જોઈ શકો છો લાઈવ અપડેટ
બિહાર ચૂંટણીની લાઈવ અપડેટ તમે ભારત ચૂંટણી પંચની વેબસાઈટ http://results.eci.gov.in પર જઈને જોઈ શકો છો અથવા પછી મતદાર હેલ્પલાઈન એપ પર પણ ચૂંટણી પરિણામો જોઈ શકો છે. 3,755 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરવા માટે 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે ત્રણ તબક્કામાં બિહારમાં મતદાન થયા હતા. ચૂંટણી પંચે રાજ્યના બધા 38 જિલ્લાઓમાં 55 મતગણતરી કેન્દ્રો સ્થાપિત કર્યા છે. 600 કર્મચારીઓને મતગણતરીમાં લગાડ્યા છે. કોરોનાને જોતા કોવિડ-19ના નિયમોનુ પૂરુ ધ્યાન રાખવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ સૌથી પહેલા બેલેટ પેપરથી નાખવામાં આવેલ મતોની ગણતરી થશે. સવારે 8.15 વાગે ઈવીએમથી ગણતરી શરૂ થશે. મતગણતરી વિશે કેન્દ્રની આસપાસના વિસ્તારમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શન જૂલુસ પર રોક છે. આમ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
જાણો કઈ સીટો પર પરિણામ પહેલા અને ક્યાં થશે વિલંબ
પટનાની 14 વિધાનસભા સીટોમાં ફતુહા સીટ અને બખ્તિયારપુર વિધાનસભા સીટના પરિણામો પહેલા આવશે. ફતુહા અને બખ્તિયારપુર સીટ પર બાકી મતદાન કેન્દ્રોની સંખ્યા અન્ય વિધાનસભા ક્ષેત્રોની તુલનામાં ઓછી છે. ફતુહામાં 405 અને બખ્તિયારપુરમાં 410 મતદાન કેન્દ્ર છે. આ જ કારણ છે કે આ બંને સીટો પર પરિણામ પહેલા આવી શકે છે. વળી, દીઘા વિધાનસભા ક્ષેત્ર, કુમ્હરાર અને બાંકીપુર વિધાનસભા ક્ષેત્રોના પરિણામ આવવામાં વિલંબ થઈ શકે છે. દીઘાની ગણતરી મોડે સુધી ચાલવાની સંભાવના છે.
આજે બિહાર વિધાનસભા અને ગુજરાત પેટાચૂંટણી પરિણામ LIVE જુઓ અહીં