બિહાર વિધાનસભા ચૂંટણીના અને ગુજરાત વિધાનસભાની 8 સીટ પર થયેલી પેટાચૂંટણીના આજે પરિણામ આવી રહ્યાં છે. જેની સાથે જોડાયેલી તમામ માહિતી તમે વનઈન્ડિયા ગુજરાતી પર મેળવી શકો છો. લાઈવ બ્લોગ અને સમાચારો દ્વારા. સાથે જ તમને અમારા બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ અપડેટ મળશે.
જણાવી દઈએ કે કોરોના મહામારી વચ્ચે યોજાયેલ બિહાર વિધાનસભા ચૂંટણી ભારતની સૌથી મોટી ચૂંટણી કહેવામાં આવી રહી છે. ખાસ ઈંતેજામ સાથે બિહારમાં ત્રણ તબક્કામાં વોટિંગ થયું હતું. 28 ઓક્ટોબરે પહેલા તબક્કાનું મતદાાન થયું હતું, ત્રણ નવેમ્બરે બીજા તબક્કાનું અને સાત નવેમ્બરે છેલ્લા અને ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. જ્યારે આજે પરિણામ આવી રહ્યાં છે. બિહાર વિધાનસભામાં કુલ 243 સીટ છે, જેમાંથી જીતવા માટે કોઈપણ પાર્ટીએ 122નો જાદુઈ આંકડો હાંસલ કરવાનો રહેશે.
ચૂંટણી પંચ અનુસાર એનડીએ 102 સીટો પર આગળ ચાલી રહ્યુ છે જેમાં ભાજપ 54, જેડીયુ 42, વિકાશેલ ઈન્સાન પાર્ટી 5 અને એચએએમ 1 પર આગળ છે જ્યારે મહાગઠબંધન 88 સીટો પર આગળ ચાલી રહ્યુ છે જેમાં રાજદ 57, કોંગ્રેસ 17, વામ 14, 1 સીટ પર બસપા, 4 પર લોજપા જ્યારે એઆઈએમઆઈએમ 2 અને અપક્ષ 3 પર આગળ ચાલી રહ્યુ છે.
ચૂંટણી પંચ મુજબ એનડીએ 97 સીટો પર આગળ ચાલી રહ્યુ છે જેમાં ભાજપ 53, જેડીયુ 39, વિકાશેલ ઈન્સાન પાર્ટી 5 પર આગળ છે જ્યારે મહાગઠબંધન 82 સીટો પર આગળ ચાલી રહ્યુ છે. જેમાં રાજદ 54, કોંગ્રેસ 14, વામ 14, 1 સીટ પર બસપા, 4 પર લોજપા જ્યારે એઆઈએમઆઈએમ 2 અને અપક્ષ 3 પર આગળ ચાલી રહ્યા છે.
10:40 AM, 10 Nov
ગુજરાત પેટાચૂંટણી
કરજણમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ 4011 મતોથી આગળ.
મહારથીનો મહાસંગ્રામ
ઇમામગંજ
ઉદય નારાયણ ચૌધરી
RJD
જીતન રામ માંજી
HAM(S)
Vs
ભાજપના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના અગ્રણી દલિત નેતા જીતનરામ માંઝી ઈમામગંજથી પાછળ ચાલી રહ્યા છે.
10:38 AM, 10 Nov
ગુજરાત પેટાચૂંટણી
અબડાસામાં ભાજપના ઉમેદવાર આગળ.
10:37 AM, 10 Nov
એનડીએ 97 અને મહાગઠબંધન 82 સીટો પર આગળઃ ચૂંટણી પંચ
મહારથીનો મહાસંગ્રામ
જામુઇ
શ્રેયાસી સિંહ
BJP
વિજય પ્રકાશ યાદવ
RJD
Vs
શ્રેયસી સિંહ જમુઈ વિધાનસભા સીટ પર આગળ ચાલી રહ્યા છે. તેઓ શૂટિંગમાં ગોલ્ડ મેડલ વિજેતા છે. શ્રેયસી બે વાર વિજેતા MLA વિજય પ્રકાશ યાદવ સામે ચૂંટણી લડી રહ્યા છે.
10:36 AM, 10 Nov
A year ago, RJD couldn't win a single seat in Lok Sabha polls. As per Lok Sabha results, JDU & allies were to win over 200 seats. In last one year, nothing has harmed brand Nitish or added to brand RJD, we're losing only due to COVID19 impact: Janata Dal (United) leader KC Tyagi pic.twitter.com/j1dnvkoAFm
ચૂંટણી પંચ અનુસાર હાલમાં બધી પાર્ટીઓના વોટશેર અમુક ખાસ પ્રકારના છે. રાજદ 23.78 ટકા વોટશેર સાથે સૌથી આગળ છે.
9:51 AM, 10 Nov
રૂઝાનો અનુસાર ભાજપ 5 સીટ પર, જદયુ 2 સીટો પર રાજદ 1 સીટ પર, કોંગ્રેસ 1 સીટ, વિકાસસેલ ઈન્સાન પાર્ટી 1 સીટ અને બહુજન સમાજ પાર્ટી 1 સીટ પર આગળ છે.
9:50 AM, 10 Nov
બિહાર
તેજસ્વી યાદવના સમર્થક તેમના ઘરની સામે એકત્ર થયા છે.
9:42 AM, 10 Nov
બિહાર
રાધોપુર વિધાનસભા સીટ પર તેજસ્વી યાદવ માત્ર 727 મતોથી આગળ ચાલી રહ્યા છે. પહેલા રાઉન્ડ બાદ તેજસ્વી યાદવને 2512 મત મળ્યા છે જ્યારે ભાજપના સતીશ કુમારને 1785 મત મળ્યા છે.
9:36 AM, 10 Nov
ગુજરાત પેટાચૂંટણી
મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ 777 મતોથી આગળ
9:35 AM, 10 Nov
ગુજરાત પેટાચૂંટણી
લીંબડીમાં ભાજપના કિરીટસિંહ રાણા 6047 મતોથી આગળ.
9:34 AM, 10 Nov
ગુજરાત પેટાચૂંટણી
ત્રણ રાઉન્ડના અંતે ભાજપના પ્રદ્મુમનસિંહ જાડેજાને 3389 મતની લીડ
READ MORE
11:43 PM, 9 Nov
બિહારમાં 243 સભ્યો વાળી વિધાનસભામાં બહુમત માટે 122નો જાદુઈ આંકડો મેળવવો જરૂરી છે.
11:43 PM, 9 Nov
રાઘોપુર સીટ પર બધાની નજર રહેશે જ્યાં તેજસ્વી યાદવ ચૂંટણી મેદાનમાં છે.
11:43 PM, 9 Nov
કોવિડ 19 મહામારી વચ્ચે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત 11 રાજ્યોની 58 વિધાનસભા સીટો પર થયેલ પેટાચૂંટણી માટે મંગળવારે મતગણતરી થશે. ગુજરાતની આઠ સીટ પર પેટાચૂંટણી થઈ હતી.
6:01 AM, 10 Nov
બિહાર ચૂંટણી પરિણામઃ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ
Bihar Assembly polls: Counting of votes to begin at 8 am today