પ. બંગાળઃ BJP ચીફની ધમકી, મમતા દીદીના લોકો સુધરી જાય નહિતર હાડકાં-પાંસળા તોડી નાખીશુ
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષે કાર્યકર્તાઓને સંબોધિત કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જીના સમર્થકોને ખુલ્લેઆમ હાડકાં-પાંસળા તોડવાની ધમકી આપી છે. રવિવારે (8 નવેમ્બર) એક કાર્યક્રમ દરમિયાન દિલીપ ઘોષે કહ્યુ, 'હું ઉત્પાત મચાવનનાર મમતા દીદીના લોકોને કહેવા માંગુ છુ કે તેમની પાસે છ મહિનાનો સમય છે, ખુદને સુધારી લે. નહિતર તેમના હાથ, માથુ અને પાંસળીઓ તોડી નાખવામાં આવશે. તમારે લોકોએ ઘરે જતા પહેલા હોસ્પિટલ જવુ પડશે.'

વધુ ઉત્પાત મચાવ્યો તો સ્મશાન ગૃહમાં મોકલી દેવામાં આવશે
દિલીપ ઘોષે માત્ર આટલુ જ નથી કહ્યુ પરંતુ તેમણે આગળ પણ કહ્યુ, 'તેમછતાં આ લોકોએ જો વધુ ઉત્પાત મચાવ્યો તો તેમને સ્મશાન ગૃહમાં મોકલી દેવામાં આવશે.' દિલીપ ઘોષે આ નિવેદન રવિવારે હલ્દિયામાં એક જનસભાને સંબોધિત કરીને આપ્યુ હતુ. આ નિવેદનનો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આખા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી 'દીદી'ના નામથી ઓળખાય છે.
|
દીદીની નહિ દાદાની પોલિસ આવતી ચૂંટણીમાં કામ કરશે
દિલીપ ઘોષે કહ્યુ, આવતી વિધાનસભા ચૂંટણીમાં દીદીની પોલિસ બેસી રહેશે અને દાદાની પોલિસ પોતાનુ કામ કરશે. રાજ્ય પોલિસને બુથથી 100 મીટરના અંતરે એક વૃક્ષ નીચે બેસાડી દેવામાં આવશે અને ત્યાં બેસીને માત્ર મતદાન જોશે. દિલીપ ઘોષનુ આ નિવેદન એવા સમયમાં આવ્યુ જ્યારે અમિત શાહ બે દિવસ પહેલા 5 અને 6 તારીખે પશ્ચિમ બંગાળના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન અમિત શાહે તૃણમૂલ કોંગ્રેસ અને સીએમ મમતા બેનર્જી પર જોરદાર નિશાન સાધ્યુ હતુ. તેમણે કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠાવીને કહ્યુ હતુ કે છેલ્લા 6 મહિનામાં પશ્ચિમ બંગાળમાં 100 ભાજપ કાર્યકર્તાઓની હત્યા થઈ છે અને આમાંથી 75 કેસમાં ધરપકડ થઈ નથી.

વિવાદિત નિવદનો માટે હંમેશા ચર્ચામાં રહે છે દિલીપ ઘોષ
આવુ કોઈ પહેલી વાર નથી જ્યારે દિલીપ ઘોષ વિવાદિત નિવેદન આપ્યુ હોય. આ પહેલા પણ તે ઘણીવાર મમતા બેનર્જી માટે વિવાદિત ભાષણ આપી ચૂક્યા છે. હાલમાં જ દિલીપ ઘોષે મમતા બેનર્જી વિશે કહ્યુ કે કે 'તે સાડી પહેરેલા હિટલર' છે. પશ્ચિમ બંગાળમાં આવતા છ મહિનામાં ચૂંટણી છે. જેના માટે ભાજપ અને ટીએમસીના નેતા સક્રિય થઈ ગયા છે. છેલ્લા અમુક મહિનાઓમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો વચ્ચે ટકરાવની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે.
ટ્રમ્પ બોલ્યાઃ આ એક ચોર છે, આ ચોરીની ચૂંટણી હતી