Pfizer કંપનીએ સફળ કોરોના વેક્સીન મળી ગઈ હોવાનો દાવો કર્યો
નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસે અત્યાર સુધીમાં આખી દુનિયાને પોતાના લપેટામાં લઈ લીધી છે. આખો દેશ વેક્સીનનો ઈંતેજાર કરી રહ્યો છે. કેટલીય જગ્યાએ તો વેક્સીનનું હ્યૂમન ટ્રાયલ પણ ચાલી રહ્યું છે પરંતુ હજી સુધી આને લઈ કોઈ પુખ્તા એલાન નથી થયું. આ દરમ્યાન અમેરિકાની દિગ્ગજ ફાર્માસ્યુટિકલ કંપની ફાઈજર અને જર્મનીની બાયોટેક ફર્મ BioNTeckએ દાવો કર્યો છે કે તેમની બનાવેલી વેક્સીન કોરોના વાયરસના ઈલાજમાં 90 ટકાથી વધુ પ્રભાવી છે. કંપનીઓનું કહેવું છે કે તેમના દ્વારા બનાવેલી વેક્સીન કોરોના સંક્રમિતોના એવા લોકો માટે અસરદાર સાબિત થઈ છે જેમાં પહેલેથી કોઈ લક્ષણ નહોતા દેખાતા.
જણાવી દઈએ કે દેશભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. દિલ્હીમાં કન્ટ્રોલમાં આવ્યા બાદ ફરીથી કોરોના વાયરસે કહેર મચાવવો શરૂ કરી દીધો જેની પાછળનું એક કારણ દિલ્હીનું વધતું પ્રદુષણ પણ હોય શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવેલા આંકડાઓ મુજબ સોમવારે કુલ 45903 નવા સંક્રમિતો સામે આવ્યા હતા જેમાંથી 7745 તો માત્ર દિલ્હીના જ હતા.
સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી કોરોના પોઝિટીવ, 1 દિવસ પહેલા સીએમની કરી હતી મુલાકાત