NGTએ દિલ્લી-એનસીઆરમાં આજ રાતથી 30 નવેમ્બર સુધી ફટાકડા પર લગાવ્યો પ્રતિબંધ
નવી દિલ્લીઃ રાજધાની દિલ્લીમાં પ્રદૂષણ હાલમાં ખતરનાક સ્તરે પહોંચી ગયુ છે. આવનારા દિવસોમાં દિવાળીને તહેવાર છે. જો ફટાકડા ફોડવામાં આવે તો પ્રદૂષણ સાથે સાથે કોરોના મહામારી પણ ભયાનક રૂપ લઈ લેશે. જેના કારણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એક મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ રાજધાની દિલ્લીમાં 30 નવેમ્બર સુધી બધા પ્રકારના ફટાકડાના વેચાણ અને તેને ફોડવા પર રોક લગાવી દેવામાં આવી છે.
ફટાકડાના વેચાણ અને તેને સળગાવવા વિશે એનજીટીમાં સુનાવણી થઈ. જેમાં એનજીટીએ કહ્યુ કે દિલ્લી-એનસીઆરીમાં આજે રાતથી બધા પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત જે શહેરો/નગરોમાં વાયુની ગુણવત્તા મધ્યમ કે તેનાથી નીચે છે ત્યાં માત્ર ગ્રીન ફટાકડા જ વેચી શકાશે. આ ફટાકડાને ફોડવાનો સમય પણ માત્ર બે કલાક સુધી સીમિત રહેશે. એનજીટીએ કહ્યુ કે દિવાળી ઉપરાંત છઠ, નવુ વર્ષ, ક્રિસમસ પર પણ આ નિયમ રહેશે. એનજીટીનો આ આદેશ બધા રાજ્યો માટે છે.
આ રાજ્યોમાં પહેલેથી જ છે બેન
ગયા સપ્તાહે સીએમ કેજરીવાલે ફટાકડા પર બેન લગાવી દીધો છે. તેમણે આ દરમિયાન કહ્યુ હતુ કે કોરોના મહામારી વચ્ચે તે લોકોના સ્વાસ્થ્ય સાથે રમી ના શકે માટે દિલ્લીમાં બધા પ્રકારના ફટાકડા પર બેન રહેશે. દિલ્લી ઉપરાંત રાજસ્થાન, ઓરિસ્સા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ ફટાકડા પર બેન લગાવવામાં આવ્યો છે. હરિયાણામાં પણ ફટાકડા પર બેન છે પરંતુ દિવાળીના દિવસે રાતે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી માટે છૂટ આપવામાં આવી છે.