જેલમાં પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા અર્નબ, માટે તજોલા જેલમાં શિફ્ટ કરાયા
મુંબઈઃ રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને રવિવારે તજોલા સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. આ પહેલા અર્નબને અલીબાગ જેલ કે જે એક કોવિડ-19 કેન્દ્ર હતુ ત્યાં રાખવામાં આવ્યા હતા. અર્નબ પર આરોપ છે કે તે અલીબાગની જેલમાં રહીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા. તે સતત સોશિયલ મીડિયા પર સક્રિય હતા. તપાસ અધિકારીઓએ જણાવ્યુ કે અલીબાગ જેલના સુપ્રિટેન્ટડન્ટે પત્ર લખીને એક તપાસ રિપોર્ટ બનાવવા માટે કહેવામાં આવ્યુ કે છેવટે કેવી રીતે ક્વૉરંટાઈન સેન્ટરમાં અર્નબ ગોસ્વામીને મોબાઈલ ફોન મળ્યો.

આરોપ - કોઈ બીજાના ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા અર્નબ
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ રાયગઢ ગુના શાખાના નિર્દેશક જમીલ શેખે કહ્યુ કે, 'શુક્રવારની મોડી સાંજે અમને જાણવા મળ્યુ કે અર્નબ ગોસ્વામી કોઈના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર સક્રિય હતા.' પોલિસે આરોપને નકારીને રિપલ્બિક ટીવી કંપનીએ કહ્યુ કે જ્યારે અર્નબ ગોસ્વામીને બુધવારે 4 નવેમ્બરની સવારે તેમના વર્લી નિવાસથી કસ્ટડીમાં લેવામાં આવ્યા ત્યારે તેમના પર્સનલ મોબાઈલ ફોનને જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

તપાસ રિપોર્ટ માંગ્યો
જમીલ શેખે કહ્યુ, 'કેસના તપાસ અધિકારી તરીકે, મે અલીબાગ જેલના અધિક્ષકને લખ્યુ કે કેવી રીતે આરોપી અર્નબ ગોસ્વામીએ અલીબાગ જેલ અધિકારીઓને અધીન ક્વૉરટાઈન સેન્ટરમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો. એ વિશ તપાસ રિપોર્ટ માંગ્યો છે.'

4 નવેમ્બેર ધરપકડ કરવામાં આવી હતી
અર્નબ ગોસ્વામી પાંચમાં દિવસે જેલમાં શિફ્ટ થતા પહેલા અર્નબ ગોસ્વામી ક્વૉરંટાઈન સેન્ટરમાં ચાર દિવસ વિતાવી ચૂક્યા હતા. તજોલા જેલમાં શિફ્ટ થતા પહેલા અર્નબનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટીવ હતો. અધિકારીઓએ કહ્યુ કે કોરોના તપાસ નેગેટીવ આવ્યા બાદ જ અર્નબને તજોલા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આર્કિટેક્ટ અને ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની માને કથિત રીતે આત્મહત્યા માટે ઉકસાવવાના કેસમાં અર્નબ ગોસ્વામીની 4 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.
મિલિંદ સોમનના ન્યૂડ ફોટો પર પૂજા બેદીઃ પહેલા નાગા સાધુઓની...