US Election 2020: બિડેન બોલ્યા- હું અમેરિકાનો એવો પ્રેસિડેન્ટ બનીશ જે લોકોને જોડે, તોડે નહિ
ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અમેરિકાના 46મા પ્રેસિડેન્ટ બની ગયા છે અને આની સાથે જ ભારતીય મૂળના કમલા હેરિસ દુનિયાના સૌથી શક્તિશાળી લંકતંત્રમાં ઉપ રાષ્ટ્રપતિ પદ સંભાળવા જઈ રહ્યાં છે, પોતાની જીત બાદ જો બિડેને પોતાના પહેલાં સંબોધનમાં કહ્યું કે, 'હું અમેરિકાનો એવો રાષ્ટ્રપતિ બનીશ, જે લોકોમાં ભાગલા પાડવાનું નહિ જોડવાનું કામ કરશે. જે રેડ સ્ટેટ કે બ્લૂ સ્ટેટની જેમ નહિ બલકે યૂનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની જેમ દેખાશે.'
બિડેને આગળ કહ્યું કે અમેરિકી લોકોએ મારા પર અને ચૂંટાયેલ ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ પર જે વિશ્વાસ રાખ્યો છે, તેનાથી હું સન્માનિત અને વિનમ્ર મહેસૂસ કરી રહ્યો છું, હું બધાનો આભારી છું, આટલા મુશ્કેલ હાલાતમાં લોકોએ રેકોર્ડ તોડ વોટિંગ કર્યું છે, જેનાતી સાબિત થાય છે કે લોકતંત્ર અમેરિકાના દિલમાં ધબકે છે.
અમેરિકાને મલમ લગાવવાનો સમય
આ જનાદેશ 'વી ધી પીપલ' માટે છે, અમને આ દેશમાં થયેલ પ્રેશિડેન્શિયલ ચૂંટણીમાં સૌથી વધુ 74 મિલિયન વોટ મળ્યા છે પરંતુ હવે સમય આવી ગયો છે કે પરસપર કડવાહટોને ભૂલાવવામાં આવે, ચૂંટણીને કારણે જે તાપમાન વધી ગયું હતું તેને ઓછું કરવામાં આવે, આપણે ફરી એકબીજાને મળીએ, અને એકબીજાને સાંભળીએ, હવે અમેરિકાને પંપાળવાનો અને મલમ લગાવવાનો સમય આવી ગયો છે.
હાર માનવા તૈયાર નથી ટ્રમ્પ, બોલ્યા- હું જીત્યો, મને 7.1 કરોડથી વધુ વોટ મળ્યા