હાર માનવા તૈયાર નથી ટ્રમ્પ, બોલ્યા- હું જીત્યો, મને 7.1 કરોડથી વધુ વોટ મળ્યા
વૉશિંગ્ટનઃ US Presidential Election 2020: અમેરિકી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન ચૂંટણી જીતી ગયા છે. જો બિડેન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બશે. બિડેનની જીત બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી. બિડેનની જીતની ઘોષણા બાદ પાંચ કલાક ચુપ્પી સાધ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે, તેને 7 કરોડ 10 લાખથી વધુ વોટ મળ્યા છે, માટે આ ચૂંટણી તેણે જ જીતી છે. ડોાનલ્ડ ટ્રમ્પે અમેરિકી ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા મોટા પાયે દગાખોરી કરવાનો આરોપ લગાવ્યો છે.
7.1 કરોડ વોટ મળ્યાઃ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી લખ્યું, "પર્યવેક્ષકોની મત ગણતરી વાળા રૂમમાં ઘુસવાની મંજૂરી આપવામાં ના આવી. હું જ આ ચૂંટણી જીત્યો છું અને મને 7 કરોડ 10 લાખ માન્ય વોટ મળ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કેટલીય ખોટી ચીજો થઈ છે, જે પર્યવેક્ષકોને જોવા દેવામાં ના આવી. આવું પહેલીવાર ક્યારેય નહોતું થયું. લાખોની સંખ્યામાં મેલ-ઈન બેલેટ્સ લોકોને મોકલવામાં આવ્યા છે જે તેમણે ક્યારેય માંગ્યા જ નહોતાં."
US Election 2020: ડેમોક્રેટ ઉમેદવાર જો બીડેન હશે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ
અન્ય એક ટ્વીટમાં ટ્રમ્પે લખ્યું કે, '7 કરોડ 10 લાખ માન્ય વોટ... એક રેકોર્ડ વોટ છે, જે કોઈ પ્રેસિડેન્શિયલ ચૂંટણી દરમ્યાન મળ્યા છે.'
અગાઉ અમેરિકી ચૂંટણી દરમ્યાન પણ ડોનાલ્ડ ટ્રમ્પ બેલેટ્સની ગણતરી પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. ટ્રમ્પે વોટિંગ દરમ્યાન સુપ્રીમ કોર્ટ જવાનો પણ પડકાર આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે આ ચૂંટણીમાં કેટલાંય ખોટાં કામ થયાં છે. સરજાહેર ધાંધલી થઈ... માટે તેનો ફેસલો દેશની સુપ્રીમ કોર્ટમાં થશે.