TV9 Bihar Election Exit Poll: મહાગઠબંધનથી પાછળ રહી NDA, જાણો ચિરાગને કેટલી સીટ મળી રહી છે
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની 243 સીટ માટે મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આ વખતે બિહારમાં સત્તાની સીધી લડાઈ એનડીએ અને મહાગઠબંધન વચ્ચે છે, પરંતુ લોકજન શક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન દાવો કરી રહ્યા છે કે તેઓ ભાજપ સાથે મળી સરકાર બનાવશે. આ દરમ્યાન ટીવી9એ પોતાનો એક્ઝિટ પોલ જાહેર કરી દીધો છે. જે મુજબ બિહારની સત્તા મહાગઠબંધનના પક્ષમાં જતી જણાઈ રહી છે, જો કે એક્ઝિટ પોલ માત્ર અનુમાન જ છે, અંતિમ પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.

મહાગઠબંધનને 125 સીટનું અનુમમાન
TV9ના એક્જિટ પોલ મુજબ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને 110થી 120 સીટ મળી શકે છે, જ્યારે મહાગઠબંધનને 115થી 125 સીટ મળવાનુ્ં અનુમાન છે. જ્યારે લોજપાને 3-5 અને અન્યના ખાતામાં 10-15 સીટ જઈ શકે છે. જો આ એક્ઝિટ પોલ સાચા સાબિત થયા તો નીતિશ કુમારની 15 વર્ષ જૂની સત્તા ચાલી જશે, કેમ કે બહુમત માટે માત્ર 122 સીટ જ જોઈએ.

કઈ પાર્ટીને કેટલી સીટ?
એક્ઝિટ પોલ મુજબ બિહારમાં એકલી ભાજપ 70થી 75 સીટ જીતી શકે છે, જ્યારે આરજેડી તેનાથી આગળ રહેશે. આ સર્વેમાં આરજેડીના કાતામાં 90-95 સીટ જતી દેખાઈ રહી છે, જ્યારે તેની સહયોગી પાર્ટી કોંગ્રેસને માત્ર 15-20 સીટ પર જ સંતષ કરવો પડશે. જ્યારે એલજેપીને એક્ઝિટ પોલમાં જ જબરો ઝાટકો લાગ્યો છે, કેમ કે તેના ખાતામાં માત્ર 3-5 સીટ જતી દેખાઈ રહી છે. અને અપક્ષ તથા અન્ય નાની પાર્ટીઓના ખાતામાં 20-33 સીટ જઈ રહી છે.

2015 ચૂંટણીના પરિણામ શું હતા
2015ની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધને 178 સીટ સાથે બહુમત હાંસલ કર્યો હતો. ભાજપના નેતૃત્વવાળા એનડીએને 58 સીટથી જ સંતોષ કરવો પડ્યો હતો. મહાગઠબંધન તરફથી નીતિશ કુમાર સીએમ બન્યા. જો કે 2017માં તેઓ મહાગઠબંધનથી અલગ થઈ ગયા અને એનડીએમાં સામેલ થયા પરંતુ મુખ્યમંત્રીની ખુરશી પર તેમનો કબ્જો યથાવત રહ્યો. તેઓ 15 વર્ષથી બિહારના સીએમ છે.
શું બિહારમાં ફરી નીતિશની સરકાર બનશે, જાણો Times Now C Voter Surveyના આંકડા શું કહે છે