• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

Bihar Assembly Election Exit Poll Live: બિહારમાં કોની સરકાર બનશે? જુઓ એક્ઝિટ પોલ

|

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂરું થયા બાદ આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. અંતિમ તબક્કાના મતદાન અંતર્ગત 16 જિલ્લાની 78 સીટ પર વોટિંગ થશે સીમાંચલ અને મિથિલાંચલમાં થઈ રહેલ ત્રીજા તબક્કાની ચૂંટણીને રાજીય સમીકરણ તરીકે બહુ ખાસ માનવામાં આવી રહ્યા છે. કોરોા વાયરસ મહામારીને લઈ ચૂંટણી પંચ તરફથી જાહેર ગાઈડલાઈન સાથે તમામ 78 સીટ પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 10 નવેમ્બરે ચૂંટણી પરિણામ ઘોષિત કરાશે અને નક્કી થઈ જશે કે બિહારમાં આગલી સરકાર ગઠબંધનની બનશે કે નહિ. તો અહીં મેળવો બિહાર ચૂંટણીના ત્રીજા તબક્કાની પળેપળના સમાચાર...

voting

Newest First Oldest First
5:25 PM, 7 Nov
મતદારોને જાગૃતિ સંદેશ આપતા, તિહુત વિભાગના કમિશનર અને પોલીસ મહાનિરીક્ષક.
5:21 PM, 7 Nov
વૈશાલીના વિવિધ મતદાન મથકો પર મતદાન ચાલુ છે. લોકો સતત મત આપવા પહોંચી રહ્યા છે.
5:20 PM, 7 Nov
આરજેડીના સાંસદ મનોજ ઝાએ ટ્વિટ કરીને કહ્યું છે કે - ત્રીજા તબક્કાના અંત માટે હજી બે કલાક બાકી છે. તમારા કુટુંબના યુવાનોની નોકરી અને વધુ સારી હોસ્પિટલો / શાળાઓ, સુખી ખેડુતો, શાંતિ અને સુમેળના આધારે જ્ઞતિની લાઇન તોડવા માટે મત આપો.
5:18 PM, 7 Nov
બિહાર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેશ વર્માએ કહ્યું છે કે બિહારની જનતાએ મન બનાવી લીધું છે કે તેઓ નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર સાથે જશે. બિહારમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે.
5:18 PM, 7 Nov
આ ચાર બેઠકો માટે મતદાનનો સમય બાલ્મીકિનગર અને રામનગર સીટો પર પશ્ચિમ ચંપારણ, સિમરી બખ્તિયારપુર અને સહર્ષની મહીશી બેઠકો પર ચાર પર સમાપ્ત થયો હતો. બાકીની 74 બેઠકો પર સાંજના 6 વાગ્યા સુધીમાં મતદાન થશે.
5:17 PM, 7 Nov
સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાન થશે. આવી સ્થિતિમાં મતદારો પાસે ત્રણ કલાક વધુ સમય રહે છે. બિહારની ચૂંટણીનો આ છેલ્લો તબક્કો છે.
5:16 PM, 7 Nov
બિહાર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં, 78 બેઠકો પર બપોરના 3 વાગ્યા સુધી 45.85 ટકા મતદાન થયું હતું.
3:25 PM, 7 Nov
બિહારઃ મધુબની જિલ્લાના બેનીપટ્ટી વિધાનસભાથી અપક્ષ ઉમેદવાર નીરજ કુમાર ઝાનુ આજે કોરોનાથી મોત થઈ ગયુ છે. બેનીપટ્ટીમાં આજે વોટિંગ થઈ રહ્યુ છે.
2:54 PM, 7 Nov
યુવા મતદારોમાં ઉત્સાહ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોમાં મતદાન માટે ઉત્સાહ, મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે મતદારોને સમ્માનિત કરી રહ્યા છે ચૂંટણી અધિકારી.
2:52 PM, 7 Nov
મતદાન ચાલુ
બિહારના સમસ્તીપુરમાં મતદાન માટે પોલિંગ બુથ પર પહોંચી રહ્યા છે લોકો, આજે સાંજે 6 વાગ્યા સુધી નાખવામાં આવશે મત. 10 નવેમ્બરે સવારે 7 વાગે શરૂ થશે મતોની ગણતરી.
2:16 PM, 7 Nov
34.82 ટકા મતદાન
34.82 ટકા મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં બધી 78 સીટો પર બપોરે 1 વાગ્યા સુધી 34.82 ટકા મતદાન, કોરોના વાયરસ ગાઈડલાઈન મુજબ સાંજે 6 વાગ્યા સુધી નાખવામાં આવશે મત.
1:35 PM, 7 Nov
મતદાનનો બહિષ્કાર
બિહારના બેગુસરાયમાં એક પોલિંગ બુથ પર લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર, કહ્યુ - તેમના વિસ્તારમાં નથી થયા કોઈ વિકાસ કાર્યો, જયાં સુધી વિકાસ નહિ - ત્યાં સુધી મતદાન નહિ.
12:37 PM, 7 Nov
બીએસએફના જવાન
બીએસએફના જવાન
બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોની મદદ કરી રહ્યા છે બીએસએફના જવાન, કોરોના વાયરસ ગાઈડલાઈન સાથે ચાલી રહ્યુ છે મતદાન.
12:16 PM, 7 Nov
19.74 ટકા મતદાન
19.74 ટકા મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 19.74 ટકા મતદાન, આજે 16 જિલ્લાની 78 વિધાનસભા સીટો પર નાખવામાં આવી રહ્યા છે વોટ.
12:03 PM, 7 Nov
બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 19.74 ટકા મતદાન, આજે 16 જિલ્લાની 78 વિધાનસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે.
11:51 AM, 7 Nov
ત્રીજા તબક્કા અંતર્ગત પૂર્ણિયામાં મતદાન કેન્દ્રોમાં સફાઈ વ્યવસ્થા બનાવી રાખવા માટે મેડિકલ બાયો અપશિષ્ટ પદાર્થને એકત્રિત કરવા ટીમ તહેનાત કરવામાં આવી
11:49 AM, 7 Nov
સફાઈ વ્યવસ્થા માટે ટીમ
ત્રીજા તબક્કા હેઠળ બિહારના પૂર્ણિયામાં મતદાન કેન્દ્રોમાં સફાઈ વ્યવસ્થા જાળવી રાખવા માટે મેડિકલ બાયો અપશિષ્ટ પદાર્થને એકઠો કરવા માટે તૈનાત કરવામાં આવી ટીમ.
11:48 AM, 7 Nov
જિલ્લાધિકારીએ આપ્યો મત
બિહારના મોતીહારીમાં જિલ્લા ચૂંટણી પદાધિકારી સહ જિલ્લાધિકારી કપિલ અશોકે પોતાની પત્ની સાથે લુઅઠાહામાં પોતાનો મત આપ્યો, લોકોને પણ કરી મત આપવાની અપીલ.
10:45 AM, 7 Nov
બિહાર
બિહારના સમસ્તીપુરમાં પોલિંગ બુથ નંબર 125 પર મત આપવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહી છે મહિલાઓ, પોલિંગ બુથની બહાર લાગી લાઈનો.
10:22 AM, 7 Nov
બિહાર
બિહારના પૂર્ણિયામાં આદર્શ મધ્ય વિદ્યાલય પોલિંગ બુથ નંબર 86 પર મતદારોની લાંબી લાઈન. સોશિયલ ડિસ્ટંસીંગ સાથે થઈ રહ્યુ છે મતદાન.
9:49 AM, 7 Nov
બિહાર
બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી બધી 78 સીટો પર 7.69 ટકા મતદાન, કોરોના વાયરસ ગાઈડલાઈનનુ પાલન કરીને સાંજે 6 વાગ્યા સુધી નાખવામાં આવશે મત.
9:26 AM, 7 Nov
બિહાર
લોકતાંત્રિક જનતા દળના અધ્યક્ષ શરદ યાદવની દીકરી સુબાષિની રાજ રાવે બિહારના મધેપુરામાં પોલિંગ બુથ પર આપ્યો પોતાનો મત, બિહારીગંજ સીટથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે સુહાસિની રાજ રાવ.
9:01 AM, 7 Nov
બિહાર
બિહારમાં આજે 16 જિલ્લાની 78 વિધાનસભા સીટો પર થઈ રહ્યુ છે મતદાન, સાંજે 6 વાગ્યા સુધી આપવામાં આવશે મત, 10 નવેમ્બરે થશે મતોની ગણતરી.
8:45 AM, 7 Nov
બિહાર
બિહારના કટિહારમાં રાજ્યસભા સાંસદ અહેમદ અશફાક કરીમે આપ્યો પોતાનો મત, મત આપ્યા બાદ લોકોને કરી અપીલ - પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂર કરો.
8:22 AM, 7 Nov
બિહાર
બિહારના પશ્ચિમી ચંપારણમાં પોલિંગ બુથની બહાર વોટરોની લાંબી લાઈન, ત્રીજા તબક્કા હેઠળ આજે રાજ્યની 78 વિધાનસભા સીટો ચાલી રહ્યુ છે મતદાન.
8:09 AM, 7 Nov
બિહાર
બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 78 સીટો પર મતદાન ચાલુ, દરભંગ અને અરરિયામાં પોલિંગ બુથની બહાર લાગી વોટરોની લાઈન.
7:54 AM, 7 Nov
અમિત શાહની અપીલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ, બિહારમાં ત્રીજા તેમજ અંતિમ તબક્કાના બધા મતદારોને અપીલ કરુ છુ કે તમે તમારા મતના અધિકારનો ઉપયોગ કરી વધુને વધુ સંખ્યામાં મતદાન કરો. ખાસ કરીને યુવાનોને આહ્વાન કરુ છુ કે બિહારમાં વિકાસ અને સુશાસનને જાળવી રાખવા માટે ઉત્સાહથી મતદાન કરો અને બીજાને પણ આના માટે પ્રોત્સાહિત કરો.
7:51 AM, 7 Nov
પીએ મોદીની અપીલ
ત્રીજા ફેઝના વોટિંગ વિશે પીએમ મોદીએ શનિવારે સવારે ટ્વિટ કર્યુ. પીએમ મોદીએ લખ્યુ - બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે ત્રીજા અને અંતિમ તબક્કાનુ વોટિંગ છે. બધા મતદારોને મારી વિનંતી છે કે તે વધુમાં વધુ સંખ્યામાં લોકતંત્રના આ પાવન પર્વમાં ભાગીદાર બને અને વોટિંગનો નવો રેકોર્ડ બનાવે. અને હા, માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન પણ જરૂર રાખે.
7:47 AM, 7 Nov
15 જિલ્લાઓની 78 સીટો પર મતદાન શરૂ
બિહાર વિધાનસભા ચૂંટણીઃ અંતિમ તબક્કામાં15 જિલ્લાઓની 78 સીટો પર મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે. સીટો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
7:13 AM, 7 Nov
કિશનગંજના પોલિંગ બુથ નંબર 195 અને 196ની બહાર લોકો એકબીજાથી દૂર ઉભા છે. વોટિંગનો સમય શરૂ થતા મતદાન કેન્દ્રો પર લાંબી લાઈન લાગી.
READ MORE

English summary
Bihar Assembly Election 2020 Live: Voting in the third phase today on 78 seats in Bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X