Bihar Exit Poll 2020: મહિલા વોટર્સની પહેલી પસંદ બન્યા તેજસ્વી, ચિરાગ ત્રીજા નંબરે
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન સમાપ્ત થઈ ગયું છે. તમામ રાજનૈતિક દળોએ બિહારની ખુરસી હાંસલ કરવા માટે પુરજોરથી મહેનત કરી છે. આ ચૂંટણીમાં મુખ્યમંત્રી માટે 6 ચહેરા ચૂંટણી મેદાનમાં કિસ્મત અજમાવી રહ્યા છે. બિહારની સીટ પર કોણ વિરાજશે તે 10 નવેમ્બરે તો નક્કી થઈ જ જશે. પરંતુ એક્ઝિટ પોલના પરિણામ જણાવી રહ્યા છે કે મુખ્યમંત્રી પદ માટે આરજેડી નેતા તેજસ્વી યાદવ જ પહેલી પસંદ બનીને ઉભરી આવ્યા છે. જ્યારે બિહારના તત્કાલિન મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહારની જનતાની બીજી પસંદ છે.
મહિલા વોટર્સે પણ તેજસ્વી યાદવને પસંદ કર્યા
ઈન્ડિયા ટુડે-એક્સિસ માઈ ઈન્ડિયા એક્ઝિટ પોલ મુજબ 43 ટકા મહિલા વોટર્સે મહાગઠબંધનને પસંદ કર્યું છે જ્યારે 42 ટકા મહિલા મતદાતાઓએ NDA પર પસંદગી ઉતારી છે. જ્યારે ચિરાગ પાસવાનની પાર્ટીને સાત ટકા મહિલા અને સાત ટકા પુરુષોએ પસંદ કરી છે.
શું કહી રહ્યા છે એક્ઝિટ પોલ
પાટલિપુત્રમાં મહાગઠબંધન બાજી મારતી જોવા મળી રહી છે, 61 સીટમાંથી તેને 33 સીટ મળવાનું અનુમાન છે. જ્યારે એનડીએના ખાતામાં 26 સીટ જતી જણાઈ રહી છે. એલજેપીના ખાતામાં 1 અને અન્યના ખાતામાં પણ એક સીટ જઈ શકે છે. પાટલિપુત્ર બાદ મિથિલાંચલમાં પણ મહાગઠબંધન બાજી મારતી જોવા મળી રહી છે. મિથિલાંચલની 60 સીટમાં મહાગઠબંધનને 36 સીટ મળવાનું અનુમાન છે. જ્યારે એનડીએને 23 સીટ મળે તેવું અનુમાન છે.
આ પણ વાંચો
- TV9 Bihar Election Exit Poll: મહાગઠબંધનથી પાછળ રહી NDA, જાણો ચિરાગને કેટલી સીટ મળી રહી છે
- Exit Poll 2020: બિહારની ચૂંટણીના તમામ એક્ઝિટ પોલ્સ, જાણો કોની બનશે સરકાર