દિવાળી પર આ 7 રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
નવી દિલ્હીઃ પ્રકાશનો તહેવાર દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દેશના કેટલાક રાજ્યોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી ચૂકી છે જેને ધ્યાનમાં લઈ દિલ્હી અને યુપીના કેટલાક જિલ્લામાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એમ્સના તબીબોએ જણાવ્યા મુજબ વાયુ પ્રદૂષણ વધવાથી કોરોના વાયરસનો ખતરો વધી શકે છે. ત્યારે દિલ્હી સહિત અન્ય કેટલાક રાજ્યોએ પણ ફટાકડા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

રાજસ્થાન
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગત સોમવારે ટ્વીટ કરતા જણાવ્યું કે તેમની સરકાર કોરોના વાયરસ અને વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખી ફટાકડાના વેચાણ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાનો ફેસલો લીધો છે. સીએમ ગેહલોતે કહ્યું કે ફટાકડા સળગાવવવાથી નિકળતા ઝેરીલા ધુવાડાથી કોરોના વાયરસના દર્દીઓ અને સામાન્ય નાગરિકોને બચાવવા માટે આ ફેસલો લીધો છે. સરકારના આદેશનું ઉલ્લંઘન કોઈ કરશે તો તેને 2000 રૂપિયાનો દંડ લગાવવામાં આવશે.

ઓરિસ્સા
રાજસ્થાન સરકારના ફેસલા બાદ આગલા જ દિવસે ઓરિસ્સા સરકારે પણ ફટાકડા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઓરિસ્સા સરકારના આદેશ મુજબ રાજ્યમાં 10 નવેમ્બરથી લઈ 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ રહેશે. પોતાના આદેશમાં ઓરિસ્સા સરકારના મુખ્ય સચિવ એકે ત્રિપાઠીએ કહ્યું કે, 'રાજ્યના લોકોના હિતમાં આ ફેસલો લેવામાં આવ્યો છે અને તેનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પર ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાશે.'

સિક્કિમ
રાજસ્થાન અને ઓરિસ્સા બાદ બુધવારે સિક્કિમ સરકારે પણ ફટાકડા પર પ્રતિબંધ લગાવવાનો ફેસલો લીધો છે. પોતાના આદેશમાં રાજ્ય સરકારે કહ્યું કે, હાલના દિવસોમાં કોરોના વાયરસના મામલા સતત ઘટી રહ્યા છે પરંતુ ફટાકડા ફોડવાથી વાયુ પ્રદૂષણ વધશે અને તે કોરોના વાયરસના દર્દીઓ માટે ઘણું નુકસાનકારક બની શકે છે. માટે રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે.

દિલ્હી
રાજ્ય અને ઓરિસ્સા બાદ બુધવારે સિક્કિમ સરકારે પણ ફટાકડા પર પ્રતિબંધ લગાવવાનો ફેસલો લીધો. રાજ્ય સરકારે પોતાના આદેશમાં કહ્યું, હાલના દિવસોમાં કોરોના વાયરસના મામલામાં તો ગિરાવટ આવી છે પરંતુ ફટાકડાના પ્રદૂષણથી કોરોનાના દર્દીને નુકસાનદાયક હોય શકે તેથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળ
દિલ્હીની સાથે જ ગુરુવારે જ પશ્ચિમ બંગાળમાં પણ ફટાકડા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોલકાતા હાઈકોર્ટે વકીલ સબ્યસાચી ચેટર્જીની જનહિત અરજી પર મહત્વનો ફેસલો આપતાં કહ્યું કે આ વર્ષે કાળી પૂજા, દિવાળી અને છઠ પૂજા પર રાજ્યમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ રહેશે. સાથે જ કોર્ટે વિસર્જન જુલૂસ નિકાળવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે શુક્રવારે દિવાળી સંબંધી ગાઈડલાઈન જાહેર કરતા રાજ્યના નાગરિકોને અપીલ કરી છે કે કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખતાં દીવાળી પર ફટાકડા ના ફોડવા. અગાઉ ગુરુવારે બીએમસીએ આદેશ જાહેર કરતા કહ્યું કે દિવાળી પર સાર્વજનિક સ્થળો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. બીએમસીએ કહ્યું કે આદેશનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી થશે.

કર્ણાટક
શુક્રવારે કર્ણાટક સરકારે પણ કોરોના વાયરસના હાલાતને જોતાં રાજ્યમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે આ મામલે જલદી જ આદેશ જાહેર કરી દેવામાં આવશે. આ રાજ્યો ઉપરાંત હરિયાણા અને મધ્ય પ્રદેશે પણ આયાતિત ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.