• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોનાથી બચાવ માટે SCએ કેન્દ્રને કહ્યુ - લોકો પર કેમિકલ છંટકાવ વિશે જારી કરો નિર્દેશ

|

નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યુ છે કે કોરોના વાયરસ(કોવિડ-19)ને અટકાવવા માટે લોકો પર કિટાણુનાશક છંટકાવ અને અલ્ટ્રા વાયલટ કિરણોનો ઉપયોગ બેન કરવા અંગે એક મહિનાની અંદર નિર્દેશ જારી કરો. માહિતી મુજબ કોર્ટે આ આદેશ ગુરસિમરન સિંહ નરુલાની જનહિત અરજી પર આપ્યો છે. જેમાં કિટાણુઓથી મુક્ત કરવા માટે બનાવવામાં આવી રહે ટનલના ઉપયોગ અને લોકો પર રાસાયણિક છંટકાવ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે.

આ અંગે સુનાવણી ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ આર સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તિ એમ આર શાહની પીઠે કરી છે. જો કે આ પહેલા સરકાર એ કહી ચૂકી છે કે કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે તેમના કિટાણુઓથી વ્યક્તિને મુક્ત કરવા માટે અલ્ટ્રા વાયલટ કિરણોના ઉપયોગની સલાહ આપવામાં આવતી નથી. પરંતુ ત્યારબાદ સરકાર તરફથી આને અટકાવવા માટે કોઈ ઉપાય અપનાવવામાં આવ્યા નહોતા. માટે કોર્ટે કહ્યુ કે લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે એક મહિનાની અંદર દિશા નિર્દેશ જારી કરવામાં આવે.

કોર્ટે કહ્યુ કે કિટાણુનાશક રસાયણ વગેરેની મનુષ્ય પર છંટકાવને નિયંત્રિત કરવાની જરૂર છે, તે પણ ત્યારે જ્યારે કેન્દ્ર પણ આના ઉપયોગની સલાહ નથી આપતુ. કોર્ટે કેન્દ્રને કહ્યુ કે તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદો, 2005 હેઠળ અધિકારનો ઉપયોગ કરીને દિશા નિર્દેશ જારી કરી શકે છે. આ પહેલા કોર્ટે કહ્યુ હતુ કે છંટકાવ કરનાર ટનલના ઉપયોગ પર હજુ સુધી પ્રતિબંધ કેમ નથી લગાવ્યો.

ગુજરાત જાહેર સેવા આયોગમાં વર્ગ 1- 2 માટે વિવિધ પદોમાં ભરતી

English summary
SC ask government to issue necessary directions to ban disinfect tunnels to curb coronavirus spread
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X