US Election: ટ્રમ્પે મતગણતરી પર આશંકા જતાવી, બોલ્યા- કાલે જ્યાં લીડ કરી રહ્યો હતો, ત્યાં પાછળ?
વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્શિયલ ઈલેક્શનના પરિણામને લઈ તસવીર હજી સંપૂર્ણ સ્પ્ષટ નથી થી. હાલ આખી દુનિયાની નજર અમેરિકામાં થઈ રહેલા ચૂંટણી પરિણામો પર છે. આ દરમ્યાન કેટલાય રાજ્યોના પરિણામ પણ આવવાં શરૂ થઈ ચૂક્યાં છે, જેમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ ચાલી રહ્યા છે. ધી એસોસિએટ પ્રેસ મુજબ જો બિડેન 248 ઈલેક્ટોરલ વોટ સાથે ટ્રમ્પથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે ટ્રમ્પને પણ અત્યાર સુધીમાં 248 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે.
આ દરમ્યાન જો બિડેનની જીત પર સવાલ ઉઠાવતાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મતગણતરીને લઈ મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે બિડેન કેમ્પેન પર પોતાના વોટને ગાયબ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, 'તેઓ મિશિગન અને અન્ય રાજ્યોની જેમ પેન્સિલ્વેનિયામાં પાંચ લાખ વોટ ગાયબ કરવાની કોશિશ કરી રહ્યા છે.' તેમણે બુધવારે કરેલા પોતાના એક ટ્વિટમાં કહ્યું કે, કાલ રાતે કેટલાય મહત્વપૂર્ણ રાજ્યોમાં મજબૂતીથી લીડ કરી રહ્યો હતો. પછી સરપ્રાઈઝી બેલેટની ગણતરી થતાં ધીરે-ધીરે તે ગાયબ થવા લાગ્યું. બહુ અજીબ છે.
US Election 2020: 264 ઈલેક્ટોરલ વોટ સાથે જાદૂઈ આંકડાથી માત્ર 6 વોટ દૂર જો બિડેન
દેશ માટે આ દુર્ભાગ્યપૂર્ણ છેઃ ટ્રમ્પ
તેમણે પોતાના અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, 'તેઓ મેઈલ બેલેટ કેવી રીતે ગણે છે, તે પોતાની ટકાવારી અને વિધ્વંસક ક્ષમતામાં ઘણું ભયાનક છે.' આ ઉપરાંત વિસ્કૉન્સિનમાં જો બિડેનની જીત પર નારાજગી જતાવતાં ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ લખ્યું કે, 'બિડેન પેન્સિલવેનિયા, વિસ્કૉન્સિન અને મિશિગન બધી જ જગ્યાએ વોટ મેળવી રહ્યા છે. જે દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે.' જણાવી દઈએ કે ચૂંટણી પરિણામથી અસંતુષ્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટ જવા સુધીની વાત કહી છે. રાયટરના મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચાર ટીમે મિશિગનમાં મતપત્રોની ગણતરીને રોકવા માટે એક કેસ દાખલ કર્યો છે. જ્યારે, ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્ટ ઉમેદવાર જો બિડેનની ટીમે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચે છે તો ટ્રમ્પે શર્મનાક હારનો સામનો કરવો પડશે.