'વનઈન્ડિયા'એ ઓડિયા ભાષામાં લૉન્ચ કર્યુ તેનુ 9મુ પોર્ટલ, સમાચાર-મનોરંજનની બેજોડ જુગલબંદી
નવી દિલ્લીઃ દેશનુ પ્રમુખ ન્યૂઝ પોર્ટલ 'વનઈન્ડિયા' તમને એ જણાવતા ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યુ છે કે અમે ભારતની એક મુખ્ય ભાષા ઓડિયામાં પણ એક પોર્ટલ લૉન્ચ કર્યુ છે. ઓડિશાના લોકોના સમ્માનમાં ઓડિયા પોર્ટલ લૉન્ચ કરતા અમને અપાર ખુશી થઈ રહી છે. આ એક એવુ પોર્ટલ હશે જ્યાં લોકો એક જ જગ્યાએ ઓડિયા ભાષામાં સમાચાર-વિચાર અને મનોરંજન સાથે જોડાયેલ દરેક પ્રકારના લેટેસ્ટ સમાચાર મેળવી શકાય છે. આમ પણ ઓડિશા ભારતનુ એક એવુ રાજ્ય રહ્યુ છે જે ઈતિહાસ, વિકાસ, સંસ્કૃતિ અને પરંપરામાં દેશનુ એક આગળ પડતુ રાજ્ય રહ્યુ છે. ઓડિયા પોર્ટલ દ્વારા વનઈન્ડિયાની એ કોશિશ છે કે ઓડિશાના લોકોને એક જ જગ્યાએ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો પોતાની જ ભાષામાં સહજતાથી મળી રહે. https://odia.oneindia.com
વિસ્તારની દ્રષ્ટિએ ઓડિશા દેશનું 8મુ અને જનસંખ્યાના હિસાબે 11મુ સૌથી મોટુ રાજ્ય છે. આ રાજ્ય જેટલુ આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતુ રહ્યુ છે એટલુ જ હિંદુ મંદિરો માટે પણ વિશ્વ વિખ્યાત છે. ઓડિયા ભાષા 10મી સદીનુ છે. જ્યારે ઓડિયામાં પહેલી ઉત્કૃષ્ટ કાવ્યની રચના 15મી સદીમાં થઈ અને 18મી સદીમાં પહેલા સાહિત્યિક ગદ્યએ આકાર લેવાનુ શરૂ કર્યુ. ઓડિશા પર્યટનની દ્રષ્ટિએ દુનિયાના નક્શા પર છે અને પૂરી, ભુવનેશ્વર, બાલાસોર, સંબલપુર અને ગોપાલપુર ઑન સીની યાત્રા માટે વિદેશી પર્યટકો પણ મોટી સંખ્યામાં દર વર્ષે અહીં આવે છે. ઓડિશામાં હિંદુઓ માટે તીર્થ સ્થળ તો છે જ. અહીં બૌદ્ધ અને જૈન ધર્મ સાથે જોડાયેલા પણ ઘણા તીર્થ સ્થળો છે. કલિંગના યુદ્ધ બાદ જ સમ્રાટ અશોકનુ હ્રદય પરિવર્તન થયુ અને તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
ઓડિશી સંગીતનો ઈતિહાસ 2000 વર્ષથી પણ વધુ જૂનો છે અને તેની શરૂઆત પુરીના પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરથી થઈ છે. ઓડિશી નૃત્યની ભારતમાં જ નહિ પરંતુ વિશ્વમાં એક ખાસ ઓળખ છે. ભગવાન જગન્નાથનુ મંદિર દુનિયાની સૌથી મોટી રસોઈ માટે પણ જાણીતુ છે જ્યાં 1000થી વધુ રસોઈયા 752 ચૂલા પર ભોજન બનાવે છે અને રોજના 10,000 લોકો આ રસોઈમાં બનેલા પવિત્ર ભોજનને ગ્રહણ કરે છે. ઓડિશા આજે દેશમાં ઝડપથી વિકસિત થતુ રાજ્ય પણ છે અને એવામાં ઓડિયાના માધ્યમથી રાજ્યના લોકોનો હિસ્સો બનવા પર 'વનઈન્ડિયા' ખૂબ જ ગર્વ અનુભવી રહ્યુ છે.
અમદાવાદની સી પ્લેન સેવા માત્ર 2 દિવસમાં થઈ બંધ, જાણો કારણ