Video: અર્નબ ગોસ્વામીઃ પોલિસે મને માર્યો, મારા પરિવાર સાથે મારપીટ કરી, દવા ન ખાવા દીધી
મુંબઈઃ રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને આજે સવારે મુંબઈ પોલિસે તેમના ઘરમાં ઘૂસીને કસ્ટડીમાં લીધા છે. આ પહેલા અર્નબે પોલિસ પર પોતાના અને પોતાના પરિવાર સાથે મારપીટનો આરોપ લગાવ્યો છે. રિપબ્લિક ટીવીએ અર્નબના ઘરના લાઈવ ફૂટેજ પણ બતાવ્યા છે જેમાં પોલિસ અને અર્નબ વચ્ચે ઝડપ થતી દેખાઈ રહી છે અને વીડિયોમાં કહેવામાં આવ્યુ છે કે અર્નબ સાથે પોલિસે ઘણુ ખરાબ વર્તન કર્યુ છે.
અર્નબ ગોસ્વામીએ આરોપ લગાવ્યો છે કે મુંબઈ પોલિસે તેમના સસરા, સાસુ અને દીકરા તેમજ પત્ની સાથે મારપીટ કરી છે, તેમને દવા પણ ન ખાવા દીધી. અર્નબે મુંબઈ પોલિસ પર ગુંડાગિરીનો આરોપ લગાવીને કહ્યુ કે તેમને પરિવાર સાતે વાત કરવાથી પણ રોકવામાં આવ્યા. ત્યારબાદ અર્નબ ગોસ્વામીને મુંબઈ પોલિસ પોતાની સાથે વેનમાં લઈ ગઈ.
રિપબ્લિક ટીવીએ પોતાની ચેનલ પર ફૂટેજ શેર કર્યા છે જેમાં મુંબઈ પોલિસ અર્નબા ઘરમાં ઘૂસતી જોવા મળી રહી છે અને ઘરની અંદર અર્નબ સાથે જોર જબરદસ્તી કરવામાં આવી રહી છે. એએનઆઈએ અમુક સ્ક્રીનશૉટ શેર કર્યા છે જેમાં જોઈ શકાય છે કે એક પોલિસ અધિકારી અર્નબનો હાથ પકડીને ખેંચી રહી છે. અર્નબ ગોસ્વામીનુ કહેવુ છે કે પોલિસે તેમની સાથે જોર-જબરજસ્તી કરી છે. તમને જણાવી દઈએ કે અર્નબ ગોસ્વામીને મહારાષ્ટ્રની સીઆઈડીએ 2018માં ઈન્ટીરિયર ડિઝાઈન અન્વયે નાઈક અને તેની મા કુમુદ નાઈકના મોતની તપાસ માટે કસ્ટડીમાં લીધા છે.
#BREAKING on #IndiaWithArnab | Arnab Goswami pulled by the hair, assaulted and arrested in a case that was closed; taken in a police van; Republic enroute Raigad Police station; Fire in your support for #ArnabGoswami and watch #LIVE here - https://t.co/jghcajZuXf pic.twitter.com/goBk0seyOr
— Republic (@republic) November 4, 2020
રિપબ્લિક ટીવીના એડિટર અરનબ ગોસ્વામીની ધરપકડ, જાણો મામલો