• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

US Presidential Election 2020 Live: ટ્રમ્પે કહ્યુ, અમે જીતી ચૂંટણી, જઈશુ સુપ્રીમ કોર્ટ

|

અમેરિકામાં આજે પ્રેશિડેન્શિયલ ચૂંટણી (US Presidential Election 2020) માટે મતદાન થશે. અમેરિકાની આ ચૂંટણી માત્ર અમેરિકા માટે જ નહિ બલકે આખી દુનિયા માટે ઘણું મહત્વ ધરાવે છે. ગત કેટલાક વર્ષોમાં ભારત અને અમેરિકાના સંબંધો જે ગતિએ મજબૂત એવામાં અમેરિકાની ચૂંટણીની અસર ભારત પર કાસ પડશે.

us election

ભારતીય સમય મુજબ આજે બપોરે સાડા ચાર વાગ્યાની આજુબાજુમાં અમેરિકાના પ્રેસિડેન્ટ પદ માટે મતદાન થનાર છે જે બુધવારે સવારે 7.30 વાગ્યા સુધી ચાલુ રહેશે. જે મતદાતાઓએ અર્લી વોટિંગમાં બેલેટ દ્વારા વોટિંગ નથી કર્યું તેવા મતદાતા આ ચૂંટણીમાં ભાગ લેશે. જણાવી દઈએ કે આ વખતે 50 ટકા મતદાતા અર્લી વોટિંગમાં મતદાન આપી ચૂક્યા છે, જેનું મુખ્ય કારણ કોરોના મહામારી છે. રિપબ્લિકન પાર્ટી તરફતી ડોનાલ્ડ ટ્રમ્પ કિસ્મત અજમાવી રહ્યા છે જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી બે વાર અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ રહી ચૂકેલા જો બિડેન ટ્રમ્પને ટક્કર આપી રહ્યા છે.

US Election: વોટિંગ અને મતગણતરીની દરેક રાજ્યોની અલગ પ્રક્રિયા છે, જાણો

Newest First Oldest First
3:12 PM, 4 Nov
એરિઝોનામાં ડેમોક્રેટ જો બીડેનનો વિજય થયો. 1996 પછી ડેમોક્રેટિક પાર્ટીના આવા બીજા ઉમેદવાર છે જે અહીં જીત્યા છે. આ એક મોટું યુદ્ધનું મેદાન છે જ્યાં ટ્રમ્પે 2016 માં 3.5 ટકા પોઇન્ટ સાથે જીત મેળવી હતી.
1:19 PM, 4 Nov
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરીથી પોતાની જીતનો દાવો કર્યો છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે થયેલી આ ચૂંટણીમાં વોટિંગ બંધ થઈ ચૂક્યુ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે તે દરેક જગ્યાએ જીતી રહ્યા છે. ડેમોક્રેટ્સ જો જીતનો દાવો કહી રહ્યા હોય તો એ જનતા સાથે છેતરપિંડી છે અને હવે આનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં થશે.
1:00 PM, 4 Nov
યૂઝ એજન્સી એપી તરફથી જણાવવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં જીતી ચૂક્યા છે. આ રાજ્યના 29 ઈલેક્ટોરલ વોટ્સ પણ તેમના ખાતામાં ગયા છે. ફ્લોરિડા એક મોટુ બેટલગ્રાઉન્ડ સ્ટેટ છે અને ટ્રમ્પના ફરીથી ચૂંટણીમાં આ રાજ્ય મોટી ભૂમિકા નિભાવવાનુ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે ધીમે ધીમે ચૂંટણી મેદાનમાં પાછા આવી રહ્યા છે.
12:58 PM, 4 Nov
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જૉર્જિયા અને નૉર્થ કેરોલિના રાજ્યોમાં પણ આગળ થઈ ચૂક્યા છે.
12:03 PM, 4 Nov
બિડેનને વ્હાઈટ હાઉસ પહોંચવાનો પૂરો ભરોસો છે. બિડને પોતાના સમર્થકોને કહ્યુ, 'અમે અત્યારે જ્યાં છે ત્યાં ઘણુ સારુ અનુભવી રહ્યા છે. વિસ્કોન્સિન અને મિશીગન માટે પણ આશાવાન છુ. ચૂંટણી ત્યાં સુધી ખતમ નહિ થાય જ્યાં સુધી દરેક બેલેટની ગણતરી ન થઈ જાય.'
10:52 AM, 4 Nov
ફૉક્સ ન્યૂઝ મુજબ જો બિડેને 223 ઈલેક્ટોરલ વોટ હાંસલ કરી લીધા ચે જ્યારે ટ્રમ્પને 204 વોટ મળ્યા છે. જીત માટે બંને ઉમેદવારોને 270 ઈલેક્ટોરલ વોટ્સની જરૂરત
10:49 AM, 4 Nov
ફૉક્સ ન્યૂઝ મુજબ બિડેને અત્યાર સુધી 223 ઈલેક્ટોરલ વોટ્સ મેળવી લીધા છે જ્યારે ટ્રમ્પને 204 વોટ મળ્યા છે. જીત માટે બંને ઉમેદવારોને 270 ઈલેક્ટોરલ વોટ્સની જરૂર છે.
10:48 AM, 4 Nov
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યોમિંગ, કંસાસ, મિસૌરી અને મિસીસિપીમાં જીત મેળવી. ડેમોક્રેટ જે બિડેન વૉશિંગ્ટન, ઑરેગૉન, કેલિફૉર્નિયા અને ઈલિનિયૉસમાં જીત્યા.
9:52 AM, 4 Nov
ભારતમાં અમેરિકી સેનેટર કમલા હેરિસના અંકલ જી બાલાચંદ્રને આશા છે કે જો બિડેન જીતશે. તેમણે કહ્યુ કે ફ્લોરિડા મહત્વપૂર્ણ છે કારણકે જો ટ્રમ્પ અહીંથી હાર્યા તો પછી તેમણે ગુડ બાય કહેવુ પડશે. પરંતુ બિડેન અહીં હાર્યા તો હાર-જીત મહત્વ નથી રાખતી. તે બીજા રાજ્યોથી જીતી શકે છે.
9:17 AM, 4 Nov
અમેરિકી રાષ્ટ્રપતિ ઉટા, નેબ્રાસ્કા અને લુસિયાના પણ જીત્યા.
9:06 AM, 4 Nov
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ કેરોલિનામાં જીત મેળવી. ટ્રમ્પ અત્યાર સુધી અલબામા, સાઉથ ડકોટા, નૉર્થ ડકોટા, અરાકંસાસ, ટેનેસી, વેસ્ટ વર્જિનિયા, ઓકલાહોમા, કેંટુકી અને ઈન્ડિયામાં જીત મેળવી ચૂક્યા છે.
8:26 AM, 4 Nov
ડેેમોક્રેટ જે બિડેને ન્યૂયોર્ક, કોલોરાડો, કનેક્ટિકટ જીત્યા. ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ ડકોટામાં જીત મેળવી. ફ્લોરિડામાં જીત તરફ આગળ વધી રહ્યા છે ટ્રમ્પ.
7:46 AM, 4 Nov
ફ્લોરિડામાં ટ્રમ્પ 2 પોઈન્ટ આગળ, જીતવા માટે 270 વોટની જરૂર
7:19 AM, 4 Nov
અલબામા અને મિસીસિપી આવ્યુ રિપબ્લિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાગે.
7:18 AM, 4 Nov
ટેકસાસથી રિપબ્લિકન રૉની જેક્સન જીત્યા. રૉની, રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચીફ ફિઝીશિયન રહ્યા છે. તેમને એક વાર વેટરન અફેર્સ સેક્રેટરીના પદ માટે નામિત કરવામાં આવી ચૂક્યા છે.
7:17 AM, 4 Nov
રિપબ્લિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કેંટુકી, ટેનેસી, ઓકલોહોમા, વેસ્ટ વર્જિનિયી અને ઈન્ડિયાનામાં જીત્યા. ડેમોક્રેટ જે બિડેનના હોમ ટાઉન ડેલોવેર, ન્યૂજર્સી, વેરમૉન્ટ, વર્જિનિયામાં જીત મેળવી. અત્યાર સુધી બિડેન પાસે85 તો ટ્રમ્પ પાસે 61 ઈલેક્ટ્રોરલ વોટ જ્યારે જીત માટે જોઈએ કુલ 270 વોટ.
7:02 AM, 4 Nov
ટેનેસીમાં જીત્યા ટ્રમ્પ જ્યારે ન્યૂજર્સીમાં બિડેનને મળી જીત.
6:35 AM, 4 Nov
કેંટુકી, ઈન્ડિયાના અને વેરમૉન્ટમાં જીત્યા ટ્રમ્પ. 270 ઈલેક્ટોરલ વોટ્સમાં ટ્રમ્પ પાસે અત્યાર સુધી 19 અને બિડેન પાસે 3 વોટ.
6:34 AM, 4 Nov
મતગણતરી શરૂ થવા સાથે જ વ્હાઈટ હાઉસની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી.
6:33 AM, 4 Nov
ઘણા રાજ્યોમાં મત ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. થોડી વારમાં બાકીની જગ્યાએ પણ મત ગણતરી શરૂ થવાની છે.
11:16 PM, 3 Nov
પ્રેશિડેન્શિયલ ચૂંટણીના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પના દીકરાએ ભારતનો વિવાદિત નક્શો ટ્વીટ કર્યો છે, તેણે ભારતના કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો
11:14 PM, 3 Nov
જો બિડેને ટ્વીટ કરી કહ્યું, અમેરિકાના લોકો સાથે ઉભવાનો દિવસ, આ આપણું લોકતંત્ર લેવાનો સમય છે.
9:12 PM, 3 Nov
સંયુક્ત રાજ્ય અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે ફ્લોરિડામાં પોતાનો મત આપ્યો
9:12 PM, 3 Nov
જો બિડેને ડેલાવેયરમાં પોતાના દીકરા બ્યૂની કબર પર જઈ ચૂંટણી દિવસની શરૂઆત કરી.
9:11 PM, 3 Nov
ટ્રમ્પે સમય પહેલાં જીતનો ઘોષણા કરી હોવાના આરોપો ખોટા ગણાવ્યા
9:10 PM, 3 Nov
જો બિડેનની પત્ની ડૉક્ટર જિલ બિડેને લોકોને મતદાન કરવાની અપીલ કરી. તેમણે કહ્યું, આ એજ સમય છે, આગામી થોડા કલાકમાં આપણે આપણું ભવિષ્ય નક્કી કરશું. તમારા ઘરોમાંથી બહાર નીકળો અને નજીકના મતદાન કેન્દ્રમાં જઈ વોટ આપો.
7:03 PM, 3 Nov
ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને વર્જીનિયામાં વોટિંગ શરૂ
3:56 PM, 3 Nov
અમેરિકાના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બિડેને ન્યૂ હૈંપશાયરના ડિક્સવિલે નૉચમાં તમામ પાંચ વોટ પોતાને નામ કરી લીધા છે. અમેરિકા-કેનેડા બોર્ડર પર આવેલ નાની ટાઉનશિપની વસ્તી બસ 12 લોકોની છે અને આ પહેલી જગ્યા છે જ્યાંથી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં પરિણામ આવવાના છે.
3:30 PM, 3 Nov
અમેરિકી ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસના સમર્થનમાં તમિલનાડુમાં તેમના પૈતૃક ગામ થુલાસેનદ્રાપુરમમાં તેમના પોસ્ટર લગાવવામાં આવ્યાં. જણાવી દઈએ કે કમલા હેરિસના માતા તમિલનાડુથી અમેરિકા ગયાં હતાં.
2:22 PM, 3 Nov
હાલના સમયમાં અમેરિકાએ કેટલાય અવસર પર ખુલીને ભારતનું સમર્થન કર્યું છે. જેમાં MTCR, વાસેનાર અરેંજમેન્ટ અને ઓસ્ટ્રેલિયા ગ્રુપની સભ્યતા ભારતને અમેરિકાથી જ મળી છે. અમેરિકાની કોશિશ છે કે ભારતને ન્યૂક્લિયર સપ્લાયર ગ્રુપનો સભ્ય પણ બનાવવામાં આવે પરંતુ ચીન તેનો વિરોધ કરી રહ્યું છે.
READ MORE

English summary
US Election 2020 Live Updates in Gujarati: fight for super power between joe biden and donald trump
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X