US Election 2020: જાણો ક્યારે આવશે રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો
વૉશિંગ્ટનઃ આજે અમેરિકામાં ઈલેક્શન ડે છે અને દેશની જનતા પોતાના 46માં રાષ્ટ્રપતિ માટે મત નાખશે. રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જે બિડેન વચ્ચે અત્યારે જોરદાર મુકાબલો છે. બધા બેટલગ્રાઉન્ડ સ્ટેટમાં બિડેન આગળ ચાલી રહ્યા છે. બુધવારે દરેકની નજર પરિણામો પર ટકી છે. દરેક અમેરિકી રાજ્યમાં બેલેટની ગણતરી માટે અલગ પ્રક્રિયા છે. ઈલેક્શન ડે પહેલા 96 મિલિયન અમેરિકી પોતાનો મત આપી ચૂક્યા છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે થઈ રહેલ ચૂંટણી ઘણી અસામાન્ય થઈ ગઈ છે. એક નજર નાખીએ અમેરિકાના મોટા રાજ્યોમાં ક્યારે વોટિંગ ખતમ થશે અને ક્યારે પરિણામ આવી શકે છે.
કયા રાજ્યમાં ક્યારે પૂરુ થશે મતદાન
ફ્લોરિડા - આ અમેરિકાનુ સૌથી મહત્વનુ રાજ્ય છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પનુ ગૃહનગર છે. 24 સપ્ટેમ્બરે અહીં અર્લી વોટિંગ શરૂ થયુ હતુ અને માનવામાં આવી રહ્યુ છે કે 3 નવેમ્બરે જ મતપત્રોની ગણતરી થશે. અમેરિકાના સમય અનુસાર રાતે આઠ વાગે વોટિંગ બંધ થઈ જશે. સૌથી પહેલા ઈલેક્શન નાઈટ પર જ ગણતરી બાદ સૌથી પહેલા પ્રી-ઈલેક્શનના પરિણામો આવશે.
જ્યોર્જિયા - વધુ એક બેટલગ્રાઉન્ડ સ્ટેટ જ્યાં ગઈ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને જીત મળી હતી. અહીં અર્લી વોટિંગ 19 ઓક્ટોબરે શરૂ થયુ છે. અહીં સ્થાનિક સમય અનુસાર સાંજે 7 વાગે વોટિંગ બંધ થઈ જશે. અહીં પણ પરિણામો 3 નવેમ્બરે જ આવવાની આશા છે.
ટેકસાસ - સૌથી વધુ વસ્તી ધરાવતા આ રાજ્યમાં ચાર નવેમ્બરે બધા બેલેટ્સ પહોંચી જશે. 22 ઓક્ટોબરે મોટા ગામોમાં અર્લી વોટિંગ શરૂ થયુ હતુ. જ્યારે 30 ઓક્ટોબરે નાના ગામોમાં વોટિંગ શરૂ થયુ. વળી, 30 ઓક્ટોબરે પોસ્ટ દ્વારા પહોંચેલ મતપત્રોની ગણતરી થઈ ચૂકી છે અને 3 નવેમ્બરે બીજા અમુક મતોની ગણતરી થશે. અહીં સ્થાનિક સમય અનુસાર રાતે 9 વાગે વોટિંગ બંધ થઈ જશે. મોટાભાગના કાઉન્ટીઝમાં પ્રી-ઈલેક્શન વોટ્સના પરિણામો પહેલા જારી કરવામાં આવશે. ટેકસાસમાં સામાન્ય રીતે ચૂંટણીવાળી રાતે મતોની ગણતરી થઈ જાય છે.
એરિજોના - આ રાજ્યમાં 3 નવેમ્બરે બેલેટ પહોંચશે અને વોટિંગ રાતે 9 વાગે બંધ થઈ જશે. વોટિંગ બંધ થવાના લગભગ એક કલાક બાદ પરિણામો આવશે. એરિજોનામાં સામાન્ય રીતે ઈલેક્શન નાઈટ બાદ બેલેટ્સની ભારે સંખ્યા થાય છે જેની ગણતરી કરવામાં આવે છે.
વિસ્કોન્સિન - અહીં ત્રણ નવેમ્બરે પોસ્ટ દ્વારા મતપત્ર પહોંચશે. 3 નવેમ્બરે મતોની ગણતરી શરૂ થશે. સ્થાનિક સમય અનુસાર રાતે નવ વાગે વોટિંગ બંધ થઈ જશે. પહેલા અર્લી વોટિંગમાં પરિણામો આવશે અને પછી ઈલેક્શન ડેના રિઝલ્ટ ઘોષિત થશે. માનવામાં આવી રહ્યુ છે કે 4 નવેમ્બર સુધી જ અહીં ગણતરીનુ કામ પૂરુ થઈ શકશે.
મિશીગન - ટ્રમ્પની નજર આ રાજ્ય પર ટકી છે અને અહીં 3 નવેમ્બરે બેલેટ પહોંચશે. ઈલેક્શન ડે એટલે કે 3 નવેમ્બરથી જ મતોની ગણતરી શરૂ થશે. વોટિંગ રાતે 9 વાગે બંધ થઈ જશે. મિશીગનમાં ગણતરીનુ કામ 6 નવેમ્બર સુધી પૂરુ થઈ શકશે.
પેંસિલવેનિયા - આ રાજ્ય આ ચૂંટણીમાં સૌથી મોટી ભૂમિકા અદા કરવાનુ છે. અહીં પોસ્ટ મતપત્ર 6 નવેમ્બરે પહોંચશે. રાતે 8 વાગે વોટિંગ બંધ થઈ જશે. માનવામાં આવી રહ્યુ છે કે 6 નવેમ્બર સુધી અહીં ગણતરીનુ કામ પૂરુ થઈ જશે.
દિલ્લીઃ દર્દીને મળવા આવેલી મહિલા સાથે હોસ્પિટલ પાર્કિંગમાં ગેંગરેપ