• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સહરસામાં PM મોદીઃ બે તબક્કાના મતદાનથી થયુ સ્પષ્ટ, બિહારમાં ફરીથી બની રહી છે NDA સરકાર

|

નવી દિલ્લીઃ બિહારમાં આજે બીજા તબક્કાનુ મતદાન ચાલુ છે. આ દરમિયાન બધી પાર્ટીઓ ત્રીજા તબક્કાની ચૂંટણી માટે જોરદાર રેલીઓ કરી રહી છે. બિહારમાં એનડીએને ફરીથી જીત અપાવવા માટે પીએમ મોદીએ પણ મોરચો સંભાળી લીધો છે. મંગળવારે સવારે પીએમ મોદીએ અરરિયામાં રેલી કરી. ત્યારબાદ તે સહરસા પહોંચ્યા અને ત્યાં જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીને જોવા અને સાંભળવા માટે ભારે ભીડ જમા થઈ જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ શામેલ થઈ. અરરિયાની જેમ સહરસામાં પણ પીએમ મોદીએ મહાગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યુ.

રેલીમાં પીએમ મોદીએ કહ્યુ કે જંગલરાજે બિહારના સામર્થ્ય સાથે જે વિશ્વાસઘાત કર્યુ તેને બિહારનો દરેક નાગરિક સારી રીતે જાણે છે. જીભ પર વારંવાર ગરીબોનુ નામ લેનારાએ ગરીબોને જ ચૂંટણીથી દૂર કરી દીધા હતા. બિહારના ગરીબને પોતાની મરજીની સરકાર બનાવવાનો અધિકાર જ નહોતો. તેમણે કહ્યુ તે બે તબક્કાના મતદાનથી એ સ્પષ્ટ થઈ ગયુ છે કે બિહારમાં ફરીથી એનડીએની સરકાર બની રહી છે. જનતાએ જંગલરાજને સંપૂર્ણપણે નકારી દીધુ છે. તેમણે પોતાની સરકારની પ્રશંસા કરીને કહ્યુ કે આજે આખી દુનિયા જોઈને હેરાન છે કે ભારત કેવી રીતે અમેરિકા અને યુરોપની કુલ વસ્તીથી પણ વધુ લોકો માટે રાશનની વ્યવસ્થા કરી રહી છે. કોઈ ગરીબ ભૂખ્યો ન સૂવે, એ કોરોના કાળમાં સરકારની બહુ મોટી પ્રાથમિકતા છે. છેલ્લા 8 મહિનાથી આ કામ પૂરી નિષ્ઠાથી ચાલી રહ્યુ છે.

પીએમના જણાવ્યા મુજબ મુદ્રા યોજના હેઠળ બિહારમાં લગભગ અઢી કરોડ ઋણ કોઈ ગેરેન્ટી વિના આપવામાં આવી ચૂક્યુ છે. આમાં પણ લગભગ પોણા બે કરોડ તો આપણી મહિલા ઉદ્યમી છે. 50 લાખથી વધુ સાથી એવા છે જેમણે પહેલી વાર આ યોજના હેઠળ લોન લીધી છે. બાકી પોતાના વ્યવસાયને આગળ વધારી રહ્યા છે. તેમનો વિસ્તાર કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યુ કે એનડીએની સરકાર આપણા ખેડૂતોના ઉત્પાદનોને કેટલુ સંરક્ષણ આપી રહી છે, તેનુ સૌથી મોટુ ઉદાહરણ એ છે કે અમારુ જ્યુટ સાથે જોડાયેલુ સેક્ટર. આજે જ્યારે દેશ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિની તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે ત્યારે આનો સીધો લાભ આપણા જ્યુટના ખેડૂતોને થઈ રહ્યો છે, જ્યુટ ઉદ્યોગને થઈ રહ્યો છે.

US Election 2020: શું મતગણતરી પૂરી થતા પહેલા જ ટ્રમ્પ કરી દેશે પોતાની જીતનુ એલાન?

English summary
Bihar election: Important points of pm modi speech in Saharsa rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X