• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

US Presidential Election 2020 Live: ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે આજે સુપર પાવર માટે ટક્કર

|

અમેરિકામાં આજે પ્રેશિડેન્શિયલ ચૂંટણી (US Presidential Election 2020) માટે મતદાન થશે. અમેરિકાની આ ચૂંટણી માત્ર અમેરિકા માટે જ નહિ બલકે આખી દુનિયા માટે ઘણું મહત્વ ધરાવે છે. ગત કેટલાક વર્ષોમાં ભારત અને અમેરિકાના સંબંધો જે ગતિએ મજબૂત એવામાં અમેરિકાની ચૂંટણીની અસર ભારત પર કાસ પડશે.

us election

ભારતીય સમય મુજબ આજે બપોરે સાડા ચાર વાગ્યાની આજુબાજુમાં અમેરિકાના પ્રેસિડેન્ટ પદ માટે મતદાન થનાર છે જે બુધવારે સવારે 7.30 વાગ્યા સુધી ચાલુ રહેશે. જે મતદાતાઓએ અર્લી વોટિંગમાં બેલેટ દ્વારા વોટિંગ નથી કર્યું તેવા મતદાતા આ ચૂંટણીમાં ભાગ લેશે. જણાવી દઈએ કે આ વખતે 50 ટકા મતદાતા અર્લી વોટિંગમાં મતદાન આપી ચૂક્યા છે, જેનું મુખ્ય કારણ કોરોના મહામારી છે. રિપબ્લિકન પાર્ટી તરફતી ડોનાલ્ડ ટ્રમ્પ કિસ્મત અજમાવી રહ્યા છે જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી બે વાર અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ રહી ચૂકેલા જો બિડેન ટ્રમ્પને ટક્કર આપી રહ્યા છે.

US Election: વોટિંગ અને મતગણતરીની દરેક રાજ્યોની અલગ પ્રક્રિયા છે, જાણો

Newest First Oldest First
11:21 AM, 3 Nov
અમેરિકી ચૂંટણીમાં જે મુદ્દો સૌથી મહત્વનો છે તેમાં કોરોના વિરુદ્ધ લડાઈ, ચીન વિરુદ્ધ ચાલી રહેલ ટેરિફ વૉર, જાતીય ભેદભાવ, જળવાયુ પરિવર્તન અને એચ1-બી વીજા જેવા મુદ્દા સામેલ છે
11:13 AM, 3 Nov
અમેરિકામાં બે પાર્ટી સિસ્ટમ છે, જેમાં એક પાર્ટી રિપબ્લિકન અને બીજી ડેમોક્રેટિક પાર્ટી કહેવાય ચે. રિપબ્લિકન પાર્ટીના જે ચર્ચિત પ્રેસિડેન્ટ રહ્યા છે તેમાં અબ્રાહમ લિંકન અને જ્યોર્જ ડબલ્યૂ બુશનું નામ આવે છે. જ્યારે ડેમોક્રેટ પ્રેસિડેન્ટમાં બરાક ઓબામા, બિલ ક્લિંટન અને જૉન એફ કેનેડીનું નામ આવે છે. હાલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીથી છે. જ્યારે જો બિડેન ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે.
11:07 AM, 3 Nov
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી અપ્રત્યક્ષ રૂપે થાય છે, એટલે કે અમેરિકાના નાગરિક સીધી રીતે રાષ્ટ્રપતિને વોટ નથી આપતા. અમેરિકામાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે. અમેરિકી સાંસદને કોંગ્રેસ કહેવાય ચે. જેમાં નીચલું સદન 'હાઉસ ઑફ રિપ્રજેંટેટિવ' છે અને ઉપલું સદન 'સીનેટ' કહેવાય છે.
11:06 AM, 3 Nov
અમેરિકી સમય મુજબ અહીં મંગળવારે સવારે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી મતદાન થશે. ભારતના સમય મુજબ 3 નવેમ્બરે બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસથી 4 નવેમ્બર વહેલી સવારે સાડા સાત વાગ્યા સુધી મતદાન ચાલશે.
10:50 AM, 3 Nov
માનવામાં આવી રહ્યું છે કે બેલેટ દ્વારા પડતા મતને કારણે ચૂંટણી પરિણામની ઘોષણા થવામાં વિલંબ થઈ શકે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ પર ચૂંટાવવા માટે ઉમેદવારે ઈલેક્ટોરલ કોલેજ વોટના 50 ટકાથી વધુ વોટ મેળવવાના હોય ચે. જણાવી દઈએ કે અમેરિકામાં ઈલેક્ટોરલ કોલેજના 538 વોટ છે. એવામાં જીત માટે કોઈપણ ઉમેદવારે 270 કે તેથી વધુ વોટ મેળવવા જરૂરી છે.
10:46 AM, 3 Nov
હવે ગણતરીની કલાકોમાં જ રાષ્ટ્રપતિ પદ માટે મતદાન શરૂ થઈ જશે. તેની પહેલાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે ફિલાડેલ્ફિયામાં પોતાની છેલ્લી ચૂંટમી રેલી સંબોધિત કરી. રેલી દરમ્યાન કમલા હેરિસે વોટર્સને પોતાની પાર્ટી માટે મતદાન કરવા અપીલ કરી.

English summary
US Election 2020 Live Updates in Gujarati: fight for super power between joe biden and donald trump
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X