'અમે લાઈનમાં ઉભા હતા, સુશીલજી આવ્યા અને VVIPની જેમ મત આપીને જતા રહ્યા'
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે 3 નવેમ્બરે મતદાન ચાલી રહ્યુ છે. મંગળવારે રાજધાની પટનાાં લગભગ સવારે 7 વાગ્યા આસપાસ રાજ્યના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી મતદાન કરા પહોંચ્યા હતા. પટના મતદાન કેન્દ્ર 49 પર રાજેન્દ્ર નગરમાં સેંટ જોસેફ સ્કૂલમાં મત આપવા માટે સુશીલ કુમાર મોદી ગયા હતા. પરંતુ તેમની મોત આપવાની રીતથી ત્યાં પોલિંગ બુથ પર હાજર લોકો નારાજ દેખાયા. લોકોએ કહ્યુ કે અમે સવારથી લાઈનમાં ઉભા હતા અને સુશીલ કુમાર મોદીજી આવ્યા અને 15 મિનિટમાં મત આપીને નીકળી ગયા.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ રાજેન્દ્ર નગરમાં સેંટ જોસેફ સ્કૂલમાં મત આપવા માટે પોતાના વારાની રાહ જોઈ રહેલ એક સ્થાનિકે કહ્યુ કે, 'અમે મત આપવા માટે પોતાના વારા માટે સવારથી લાઈનમાં ઉભા રહીને રાહ જોઈ રહ્યા છે પરંતુ સુશીલજી અત્યારે આવ્યા, પોતાનો મત આપીને જતા રહ્યા. તે વીવીઆઈપી છે.' સુશીલ કુમાર મોદીને મતદાન કેન્દ્ર પર મળેલ વીવીઆઈપી ટ્રીટમેન્ટથી ત્યાંના લોકો નારાજ દેખાયા. વાસ્તવમાં બન્યુ એમ કે સુશીલ કુમાર મોદી રાજેન્દ્રનગરમાં સેંટ જોસેફ સ્કૂલમાં મત આપવા માટે પહોંચ્યા, તેમને મત આપવામાં 15 મિનિટનો સમય પણ ન લાગ્યો. તે આવ્યા અને સીધા તેમનો મત આપી દીધો. બાકીના લોકો આ મતદાન કેન્દ્ર પર સવારે 6 વાગ્યાથી લાઈનમાં ઉભા હતા.
ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં પટનાના રાજેન્દ્રનગરના મતદાન કેન્દ્ર પર મતદાન કર્યા બાદ કહ્યુ, 'મારી લોકોને અપીલ છે કે ઘરોમાંથી નીકળો અને મતદાન કરો.' વળી, તેમણે વિપક્ષ પર નિશાન સાધીને કહ્યુ કે, 'એનડીએને આપેલો તમારો દરેક મત બિહારને વિકાસની રાહ પર લઈ જશે. પરંતુ તમારો એક ખોટો મત ફરીથી જંગલરાજ તરફ ધકેલી દેશે. સાવધાન અને સતર્ક બંને રહો. ફરીથી બિહારમાં એનડીએને ચૂંટો.'
Patna: Voting for 2nd phase of #BiharElections underway at polling booth no. 49 at St Joseph School in Rajendra Nagar.
— ANI (@ANI) November 3, 2020
A local at the polling booth says,"We've been waiting for our turn to cast our vote, but Sushil ji just came,cast his vote & left.He's a VVIP.”(Earlier visuals) https://t.co/cPOgtR2PjY pic.twitter.com/JK6ZF3iZcU
ગુજરાતઃ કોંગ્રેસ ઉમેદવારે BJP પર મતદારોને કેશ વહેંચવાનો લગાવ્યો આરોપ