PM મોદીની અપીલઃ સોશિયલ ડિસ્ટંસીંગ સાથે લોકતંત્રના ઉત્સવને સફળ બનાવો
નવી દિલ્લીઃ બિહારમાં આજે બીજા તબક્કા હેઠળ આજે 17 જિલ્લાઓની 94 સીટો પર મતદાન થઈ રહ્યુ છે, લોકો પોતાના ઘરોમાંથી મત આપવા માટે નીકળી રહ્યા છે. વળી, બિહારમાં વોટિંગ માટે પીએમ મોદીએ આજે સવારે ટ્વિટ કર્યુ છે જેમાં પ્રધાનમંત્રીએ કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરીને વધુને વધુ વોટ કરવાની લોકોને અપીલ કરી છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં કહ્યુ, 'બિહાર વિધાનસભા ચૂંટણીાં આજે બીજા તબક્કા માટે વોટ આપવામાં આવશે. બધા મતદારોને મારી અપીલ છે કે તે ભારે સંખ્યામાં મતદાન કરીને લોકતંત્રના આ ઉત્સવને સફળ બનાવે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવા સાથે જ માસ્ક જરૂર પહેરો.'
તમને જણાવી દઈએ કે આજે બીજા તબક્કામાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સીવાન, સારણ, મુઝફ્ફરપુર, સીતામઢી, શિવહર, મધુબની, દરભંગા, સમસ્તીપુર, વૈશાલી, બેગુસરાય, ખગડિયા, ભાગલપુર, નાલંદા અને પટનામાં વોટ આપવામાં આવી રહ્યા છે. આ તબક્કામાં જે સીટો પર ચૂંટણી છે તેમાં રાજદ નેતા અને મહાગઠબંધનના સીએમ પદના દાવેદાર તેજસ્વી યાદવ અને તેમના ભાઈ તેજપ્રતાપ યાદવની સીટો શામેલ છે. વળી, તેજપ્રતાપ યાદવના સસરા ચંદ્રિકા રાય સહિત બિહાર સરકારના મંત્રીઓ - રામસેવક સિંહ, શ્રવણકુમાર અને નંદ કિશોર યાદવની કિસ્મતનો ફેસલો પણ આજની જ વોટિંગમાં થશે. કોરોના વાયરસ માટે જારી ગાઈડલાઈન સાથે મતદાન થઈ રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે છપરાની ચૂંટણી રેલીમાં જનતાને સંબોધિત કરીને પીએમ મોદીએ મહાગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે બિહારમાં એક તરફ વિકાસનુ ડબલ એન્જિન છે તો બીજી તરફ ડબલ-ડબલ યુવરાજ પણ છે. આમાંથી એક ડબલ યુવરાજ તો જંગલરાજના યુવરાજ છે. પીએમે કહ્યુ કે ડબલ એન્જિનવાળી એનડીએ સરકાર, બિહારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તો આ ડબલ-ડબલ યુવરાજ પોતપોતાના સિંહાસનને બચાવવાની લડાઈ લડી રહ્યા છે. આ ડબલ યુવરાજ, બિહાર માટે ન વિચારી શકે, બિહારની જનતા માટે ન વિચારી શકે માટે હું લોકોને અપીલ કરુ છુ કે તે વિકાસના નામ પર જ પોતાનો મત આપે.
ગુજરાતની 8 સીટ સહિત દેશના 10 રાજ્યોમાં 54 સીટો પર મતદાન