ગિલગિટ- બાલ્ટિસ્તાનને પાકિસ્તાને રાજ્યનો દરજ્જો આપ્યો, ભારતે વિરોધ કર્યો
નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા ગિલગિટ-બાલ્ટિસ્તાનને રાજ્યનો દરજ્જો આપવાના ફેસલાનો ભારે વિરોધ કર્યો છે. ભારતે આ ફેસલાનો આકરો વિરોધ નોંધાવતા કડક શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાને અસંવૈધાનિક રીતે આ દરજ્જો આપ્યો છે અને તે ગિલગિટ- બાલ્ટિસ્તાન ખાલી કરે. જણાવી દઈએ કે ભારતના વિરોધ છતાં ઈમરાન સરકારે રવિવારે આ ઈલાકાને અસ્થાયી પ્રાંતનો દરજ્જો આપવાનું એલાન કરી દીધુંં છે.
પાકિસ્તાનના આ પગલાંનો વિરોધ કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, ભારત સરકાર પાકિસ્તાન દ્વારા ભારતીય ક્ષેત્રના એક ભાગમાં ગેરકાયદેસર અને જબરદસ્તી કબ્જા અંતર્ગત પરિવર્તન લાવવાના પ્રયાસોનો દ્રઢતાથી સ્વીકાર કરે છે. હું ફરીથી કહું છું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત ગિલગિટ- બાલ્ટિસ્તાન ભારતનો અભિન્ન અંગ છે.
અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, આવા પ્રકારના પ્રયત્નો પાકિસ્તાનના ગેરકાયદેસર કબ્જાનો દાવો કરે છે. આવા પ્રકારના પ્રયાસોથી આ પાક અધિકૃત ક્ષેત્રોમાં રહેતા લોકોના સાત દશકાથી વધુ સમય સુધી માનવાધિકારોના ઉલ્લંઘન અને આઝાદીથી વંચિત રાખવાને છૂપાવી ના શકાય. તેમણે કહ્યું કે- પાકિસ્તાને અમારા જે વિસ્તારોમાં ગેરકાયદેસર કબ્જો કર્યો છે તે તરત ખાલી કરવા આહ્વાન કરીએ છીએ.
શ્રીનગર મુઠભેડમાં સેનાને મળી મોટી સફળતા, હિજબુલનો ચીફ કમાંડર ઠેર
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે ગિલગિટ-બાલ્ટિસ્તાનને અંતરિમ રાજ્યનો દરજ્જો આપવાનું એલાન કર્યું છે. તેમણે ગિલગિટમાં એક રેલીને સંબોધિત કરતાં પાકિસ્તાન સરકારના ફેસલાની ઘોષણા કરી. ઈમરાને કહ્યું કે કોઈપણ દેશની સંપ્રભુતા અને એકજુટતાને બનાવી રાખવા માટે આર્મી મજબૂત હોવી ખુબ જરૂરી છે. ઈમરાન ખાને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના રિઝોલ્યૂશનને ધ્યાનમાં રાખી અમે આ ફેસલો લીધો છે. ઈમરાન ખાને કહ્યું કે ગિલગિટ-બાલ્ટિસ્તાનને આપવામાં આવતા પેકેજ વિશે ચર્ચા કે એલાન ના કરી શકીએ, કેમ કે ચૂંટણીને પગલે લાગૂ થયેલ નિયમોનું ઉલ્લંઘન થશે.