અમેરિકી પ્રેસિડેન્ટની ચૂંટણીના પરિણામ પહેલાં દેશમાં અશાંતિ ફેલાઈ શકેઃ માર્ક જુકરબર્ગ
વૉશિંગ્ટનઃ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના માલિક માર્ક જુકરબર્ગે ગુરુવારે પ્રેસિડેન્શિયલ ચૂંટણી પરિણામ પહેલાં પૂર્વ અમેરિકામાં અશાંતિ ફેલાવા બાબતે ચેતવણી આપી છે. જુકરબર્ગે આશંકા જતાવી છે કે વોટોની ગણતરી દરમ્યાન દેશના નાગરિકોમાં અશાંતિ ફેલાઈ શકે છે. જુકરબર્ગે કહ્યું કે આ સમય ફેસબુક માટે ટેસ્ટ હશે, કેમ કે સોશિયલ મીડિયા પર ખોટી જાણકારી અને મતદાતાઓને પ્રભાવિત કરતી ચીજોની ભરમાર હશે.

ચૂંટણીના પરિણામ આવવામાં થોડા અઠવાડિયાં લાગી શકે
જુકરબર્ગે અમેરિકી ચૂંટણી પરિણામ પહેલાં નાગરિક અશાંતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, મને ચિંતા છે કે આપણો દેશ એટલો વહેંચાયેલો છે કે ચૂંટણીના પરિણામ આવવામાં હજી થોડા દિવસો કે અઠવાડિયાનો સમય લાગી શકે છે, એવામાં નાગરિક અશાંતિનું જોખમ પણ છે. અને ત્યારે અમારા જેવી કંપનીઓએ પહેલાં કરેલાં કામોથી આગળ વધી કંઈક કરવું પડશે.

ઈલેક્શન ડે પહેલાં ફેસબુક પર નવી પેઈડ જાહેરાત પ્રતિબંધની ફરિયાદ
ઉલ્લેખનીય છે કે ઈલેક્શન ડેના એક દિવસ પહેલા ફેસબુક પર નવી પેઈડ જાહેરાતો પર પ્રતિબંધ લગાવવાને પગલે વિરોધી દળોએ ફરિયાદ કરી હતી કે ફેસબુક ચૂંટણી અભિયાનને ઘટાડી રહ્યું છે. જો કે તેના જવાબમાં ફેસબુકના પ્રોડક્ટ મેનેજર રૉવ લૈથર્ને ટ્વીટ કરી સ્પષ્ટતા આપી કે ખોટી રીતે અટકેલી કેટલીક જાહેરાતોના મામલાની અમે તપાસ કરી રહ્યા છીએ અને કેટલાક જાહેરાત આપતા લોકો પોતાના અભિયાનમાં બદલાવ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આગલા અઠવાડિયે ફેસબુકની અગ્ની પરીક્ષા
માર્ક જુકરબર્ગે કહ્યું કે આગલા અઠવાડિયે ફેસબુકની અગ્ની પરીક્ષા થશે, મને અમારે ત્યાં કરેલાં કાર્યો પર ગર્વ છે અને હું જાણું છું કે અમારું કામ ત્રણ નવેમ્બર બાદ પણ નહી અટકે માટે અમે નવા ખતરાનું અનુમાન લગાવતા રહીશું. લોકતાંત્રિક પ્રક્રિયાની અખંડતાની સુરક્ષા અને લોકોના અવાજ દુનિયા સામે ઉઠાવવાના હક માટે અમે અમારી રીત અને લડાઈને સારી બનાવતા રહીશું.

ફેસબુક પર ચૂંટણી પ્રભાવિત કરવાનો આરોપ લાગી ચૂક્યો છે
કેલિફોર્નિયા સ્થિત ફેસબુકે ચૂંટણી પ્રક્રિયાને કમજોર કરવાના પ્રયાસો પર રોક લગાવવા સહિત અન્ય રીતે 2020ની ચૂંટણી પહેલાં રાજનૈતિક જાહેરાત પર પોતાના નિયમોને આકરા કરી દીધા છે. જો કે અગાઉ પણ ફેસબુક પર અમેરિકી ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ લાગી ચૂક્યો છે. આ કારણે કંપનીએ ઘણી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.
સુરક્ષા પરિષદમાં ભારત સાથે મળીને કામ કરશે અમેરિકા, ચીનની વધી શકે છે મુશ્કેલીઓ