US Election 2020: ફ્લોરિડામાં ટ્રમ્પ અને બિડેન વચ્ચે ટાઈની સ્થિતિ, રેલીમાં જીતના દાવા
ટેેપાઃ રિપબ્લિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ જો બિડેને ગુરુવારે બેટલગ્રાઉન્ડ સ્ટેટ ફ્લોરિડામાં રેલી કરી. પોત-પોતાના સમર્થકો વચ્ચે ટ્રમ્પ અને બિડેને કોવિડ-19 વિશે વિરોધાભાસી દાવા કર્યા. 3 નવેમ્બરે ચૂંટણી છે અને જે સમયે બંને ઉમેદવાર મહામારી વિશે દાવા કરી રહ્યા હતા એ વખતે 90,000થી વધુ કેસ સામે આવી રહ્યા હતા. ફ્લોરિડા ટ્રમ્પનુ ગૃહનગર છે અને અહીં ચૂંટણી પહેલા મુકાબલો કડક થઈ ગયો છે.
વર્ષ 2016માં જીત્યા હતા ટ્રમ્પ
જે ઓપિનિયન પોલ્સ સામે આવ્યા છે જેમાં બિડેન રાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પના મુકાબલે આગળ છે. ફ્લોરિડા, ચૂંટણી બાદ પરિણામોમાં નિર્ણાયક ભૂમિકા નિભાવવાના છે. બુધવારે રૉયટર્સ અને ઈપ્સૉસના પોલ રિઝલ્ટ્સ સામે આવ્યા છે અને ટ્રમ્પના ગૃહનગરમાં ટાઈની સ્થિતિ થઈ ગઈ છે. ફ્લોરિડામાં 49 ટકા લોકો બિડેન માટે અને 47 ટકા વોટર્સ રાષ્ટ્રપતિના પક્ષમાં વોટ આપવાની વાત કરી રહ્યા છે. આ રાજ્યમાં કુલ 29 ઈલેક્ટ્રોરલ વોટ્સ છે અને અહીં જીતવુ કોઈ પણ ઉમેદવાર માટે પુરસ્કાર મેળવવાથી કમ નથી. વર્ષ 2016માં ટ્રમ્પ જ્યારે અહીં જીત્યા હતા તો સૌ કોઈ હેરાન રહી ગયા હતા. ફ્લોરિડાના ટેંપામાં ટ્રમ્પે રેલી તરફ તેમના હજારો સમર્થક અહીં પહોંચ્યા. આ એક આઉટડોર ઈવેન્ટ હતી જેમાં લોકો માસ્ક વિના હાજર હતા. ટ્રમ્પે અહીં પોતાના પ્રતિસ્પર્ધી, પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિની મજાક ઉડાવવાનો કોઈ મોકો નથી છોડતા. ટ્રમ્પે પોતાના સમર્થકોને કહ્યુ, શું તમે કલ્પના કરી શકો છો, આ વ્યક્તિ હારવાનો છે. ટ્રમ્પ પોતાના બીજા કાર્યકાળ વિશે ઘણી આશાવાન જોવા મળ્યા.
બિડેન બોલ્યા - ટ્રમ્પે કરી દીધુ સરેન્ડર
ટ્રમ્પની રેલીના અમુક કલાકો બાદ જ બિડેને પણ અહીં રેલી કરી. આ એક ડ્રાઈવ-ઈન-રેલી હતી જેમાં લોકો આ તો પોતાની કારો પાસે હતા અથવા પછી તેમાં જ બેસી રહ્યા. આ નિર્ણય વાયરસથી બચાવના કારણે લેવામાં આવ્યો હતો. બિડેનની રેલીમાં સમર્થકોએ માસ્ક પહેર્યા હતા. તેમના ચૂંટણી પ્રચારમાં માસ્ક વિનાના લોકોને એન્ટ્રી નથી આપવામાં આવી રહી. જો કે અહીં પણ સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન નથી રાખવામાં આવી રહ્યુ. બિડેને અહીં ટ્રમ્પની ટીકા કરી અને તેમણે રેલીઓને સુપર સ્પ્રેડર ઈવેન્ટ ગણાવી. બિડેને કહ્યુ, ડોનાલ્ડ ટ્રમ્પે સફેદ ઝંડો હલાવ્યો, અમારા પરિવારોને છોડી દીધા અને વાયરસ પ્રત્યે આત્મસમર્પણ કરી દીધુ. પરંતુ અમેરિકીઓએ ન તો ક્યારેય હાર માની હતી અને ના ક્યારેય માનશે.
પીએમ મોદી અને રાહુલ ગાંધીએ દેશવાસીઓને આપી ઈદની શુભકામના