ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અરુણાચલ પ્રદેશમાં હતા અહીં તેમને ઇટાનગરમાં એક રેલી સંબોધિત કરી. હવે પીએમ મોદી ઘ્વારા કરવામાં આવેલી અરુણાચલ પ્રદેશ રેલીથી ચીન નારાજ થઇ ગયું છે. ચીને અરુણાચલ પ્રદેશમાં પીએમ મોદ ની રેલી વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આપણે જણાવી દઈએ કે ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબ્બતનો ભાગ માને છે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી તેના વિશે એક નિવેધન પણ જાહેર કરવામાં આવ્યું છે.
ચીને કહ્યું કે પરિસ્થતિને વધારે મુશ્કિલ ના બનાવે ભારત
ચીની વિદેશ મંત્રાલય પ્રવક્તા ગેંગ સુઆંગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચીન હંમેશાં ભારત અને ચીન સીમાને લઈને સ્પષ્ટ રહ્યું છે. ચીની સરકારે ક્યારેય પણ અરુણાચલ પ્રદેશને માન્યતા આપી નથી તેવામાં વિવાદિત ક્ષેત્રમાં ભારતીય નેતા જાય તેનો ચીન વિરોધ કરે છે. સુઆંગ ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે ચીન પીએમ મોદીના અરુણાચલ પ્રદેશ રેલીનો વિરોધ નોંધાવશે.
ગેંગ સુઆંગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારત અને ચીન સાચી રીતે વિવાદને ઉકેલવા તરફ પહોંચી ગયા હતા. બંને પક્ષ તરફથી સીમા વિવાદ ઉકેલવાની દિશામાં ઘણા કામ પણ થયા છે. ચીને ભારત પાસે અપીલ કરી હતી કે તેઓ એવું કોઈ પણ પગલું ભરે નહીં જેનાથી સીમા વિવાદ વધુ મુશ્કિલ બની જાય. ચીને આ પહેલા પણ અરુણાચલ પ્રદેશમાં ભારતીય નેતાના જવા પર વિરોધ કરી ચૂક્યું છે.