રાજસ્થાન ની રાજધાની જયપુરની નિમ્સ કોલેજમાં એક યુવક સાથે મારપીટનો વિડિઓ સામે આવ્યો છે. આ વિડિઓમાં યુવકના કપડાં કાઢીને તેને ખુબ જ ખરાબ રીતે મારવામાં આવી રહ્યો છે. વિડિઓમાં યુવક જે લોકો તેને મારી રહ્યા છે તેને આજીજી કરી રહ્યો છે. પરંતુ તેની નિર્દયતાપૂર્વક પીટાઈ કરવામાં આવી રહી છે.
યુવકને ખાલી અંડરવિયર પહેરાવી તેને થાંબલા થી બાંધીને તેની નિર્દયતાપૂર્વક પીટાઈ કરવામાં આવી રહી છે. આ વિડિઓમાં જે વ્યક્તિને મારવામાં આવી રહ્યો છે તેના પર ચોરીનો આરોપ છે તેવું જણાવવામાં આવ્યું છે.
ખબર અનુસાર યુવક ચોરી કરવાના આરોપમાં પકડાઈ ગયો. ત્યારપછી મેડિકલ કોલેજમાં તેને બાંધીને તેની પીટાઈ કરવામાં આવી યુવકને દોરડા થી બાંધીને તેની નિર્દયતાપૂર્વક પીટાઈ કરનાર નિમ્સ કોલેજમાં એન્જીનીયરીંગ કરનાર સુધારક બતાવવામાં આવી રહ્યો છે.
આ આખો વિડિઓ તેના સાથી ઘ્વારા ઉતારવામાં આવ્યો છે. વિડિઓમાં સુધારક નામનો યુવાન જે ચોરને મારી રહ્યો છે તે તેને ચોરી વિશે કબૂલ કરવાનું કહી રહ્યો છે. આ યુવાન વિડિઓમાં કહી રહ્યો છે કે નિમ્સ કોલેજમાં ચોરી કરનારને પોલીસ નથી પકડી રહી. આ આખા મામલાને લઈને પોલીસ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.